સ્ટિકર કાઢી જૂની તારીખનું વેચાતું હતું સિરપ : 458 બોટલનો નાશ
એસ્ટ્રોન ચોક પાસે મોહિની સિઝન સ્ટોર્સમાં ફૂડ શાખાનો દરોડો
રાજકોટ શહેરમાં ભેળસેળિયા અને નફાખોર તત્ત્વો પૈસા માટે કોઇપણ હદે જઈ શકે છે તેના નવા નવા દાખલાઓ જોવા મળે છે. આવો જ એક કિસ્સો એસ્ટ્રોન ચોકમાં મળ્યો છે જેમાં એક્સપાયર થયેલા શરબતના સિરપમાં તારીખનું લેબલ કાઢી નાખી તારીખ વગર વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.