રાજકોટમાં 750 ડિગ્રીથી વધુ તાપમાનમાં 30 મિનિટમાં અગ્નિસંસ્કાર થશે, સ્ટેનલેસ સ્ટીલની ચીમની મૂકવા માટે એજન્સીને બોલાવાઈ - At This Time

રાજકોટમાં 750 ડિગ્રીથી વધુ તાપમાનમાં 30 મિનિટમાં અગ્નિસંસ્કાર થશે, સ્ટેનલેસ સ્ટીલની ચીમની મૂકવા માટે એજન્સીને બોલાવાઈ


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા, મોટામવા અને કોઠારિયા સ્મશાનમાં રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોખંડની ચિમની મુકવામાં આવનાર હતી. જોકે, આ ચીમનીથી અગ્નિદાહ માટે દોઢેક કલાક જેટલો સમય લાગે તેમ છે. જેને લઈને હાલ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે કામગીરી અટકાવી છે અને અગ્નિસંસ્કાર માટે 30 મિનિટ જેટલો સમય લાગે તેવી સ્ટેનલેસ સ્ટીલની અત્યાધુનિક ચીમની મૂકવા એજન્સીને બોલાવી છે. આ માટેની તમામ ટેક્નિકલ બાબતો ચકાસ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.