એલર્ટ! કોલેજના ટોયલેટમાં મળ્યો હિડન કેમેરો:આરોપી વિદ્યાર્થી બાજુના ટોયલેટમાં સંતાઈને વીડિયો રેકોર્ડિંગ કરતો હતો, ફોનમાંથી મળ્યું 15 મિનિટનું રેકોર્ડિંગ
કર્ણાટકના બેંગલુરુમાં એક એન્જીનીયરીંગ કોલેજના લેડીઝ ટોયલેટમાંથી એક હિડન કેમેરો મળી આવ્યો છે. B.Techનો વિદ્યાર્થી રેકોર્ડિંગ કરતી વખતે રંગેહાથ ઝડપાયો છે. તે બાજુના ટોયલેટમાં છુપાઈને ફોનને વેન્ટીલેટરમાં રાખીને રેકોર્ડિંગ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક યુવતીએ ફોન જોયો હતો. તેણે ઝડપથી બહાર આવી અને બાજુના બાથરૂમને તાળું મારી દીધું, જેમાં વિદ્યાર્થી છુપાયેલો હતો. યુવતીએ બૂમો પાડી વધુ લોકોને બોલાવ્યા. આ પછી આરોપીને બહાર ખેંચીને પ્રિન્સિપાલની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને તેની ધરપકડ કરી. આરોપીની ઓળખ 21 વર્ષીય કુશલ ગૌડા તરીકે થઈ છે. તે ચિક્કાગોલ્લારહટ્ટી, મગડી રોડનો રહેવાસી છે અને 7મા સેમેસ્ટરનો કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. તેના ફોનમાંથી 15 મિનિટનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. પોલીસે કહ્યું- કોલેજ મેનેજમેન્ટ પણ જવાબદાર, CCTV કામ નથી કરી રહ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ કેમેરા જોઈને સવારે 10.45 વાગ્યે એલાર્મ વગાડ્યું હતું. એટલે કે આરોપીએ સવારે 10.30 વાગ્યાની આસપાસ મોબાઈલ ફોન રેકોર્ડિંગ માટે મૂક્યો હતો. અધિકારીઓએ કહ્યું કે કોલેજ મેનેજમેન્ટને પણ દોષિત ઠેરવવો જોઈએ. લેડીઝ ટોયલેટ પાસે લાગેલા સીસીટીવી કામ કરતા નથી. આ ઉપરાંત શૌચાલયની નજીક કોઈ મહિલા સિક્યોરિટી પણ તૈનાત ન હતી. પોલીસે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કલમ 77, 351(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે અગાઉ પણ આવું કર્યું છે કે કેમ તે જાણવા માટે તેના ફોનના ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. ઓગસ્ટમાં કોફી શોપના વોશરૂમમાંથી છુપાયેલ કેમેરા મળી આવ્યો હતો કર્ણાટકની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. બેંગલુરુમાં કોફી શોપના વોશરૂમમાંથી હિડન કેમેરા મળી આવ્યો. તેને ટોઇલેટ શીટની સામે જ ડસ્ટબીનમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. બે કલાક સુધી રેકોર્ડિંગ ચાલતું રહ્યું. ત્યારે જ એક મહિલાની નજર તેની પર પડી અને તેણે આ સમગ્ર પોલ ખોલી. આ ઘટના શનિવારે (10 ઓગસ્ટ) બેંગલુરુના BEL રોડ પર સ્થિત થર્ડ વેવ કોફી આઉટલેટમાં બની હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... આ સમાચાર પણ વાંચો... આંધ્રપ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલ કેમેરા: 300 વીડિયો-ફોટો લીક; B.Techના વિદ્યાર્થીએ તેની ગર્લફ્રેન્ડ દ્વારા કેમેરા લગાવ્યો હતો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના ગર્લ્સ વોશરૂમમાંથી હિડન કેમેરો મળ્યો છે. ગુરુવારે સાંજે 7 વાગ્યે આ સમાચાર સામે આવતાં જ કોલેજમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. કેમેરા દ્વારા વિદ્યાર્થિનીઓનો વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો.એજે બાદમાં લીક કરીને કેટલાક વિદ્યાર્થીઓને વેચવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, લીક થયેલા ફોટા અને વીડિયોની સંખ્યા 300ની આસપાસ છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.