અર્પિતા મુખરજીના નામે LICની અધધ..50 પોલિસીઓ, દરેકનુ પ્રિમિયમ 50000
કલકત્તા,તા.7.ઓગસ્ટ,2022 રવિવારશિક્ષક ભરતી ગોટાળામાં ઈડીના સકંજામાં આવેલા પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને તેમની નિકટની એક્ટ્રેસ અર્પિતા ચેટરજીની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.ઈડીના સૂત્રોનુ કહેવુ છે કે, અર્પિતા મુખરજી પાસે એલઆઈસીની પોલિસીના કાગળીયા મળ્યા છે અને તે પ્રમાણે અર્પિતાના નામે 31 પોલિસી છે તથા દરેકનુ પ્રિમિયિમ 50000 રુપિયા છે.મોટાભાગની પોલિસીમાં નોમિની તરીકે પાર્થ ચેટરજીનુ નામ છે.ઈડી હવે એ વાતની તપાસ કરી રહી છે કે, આટલુ પ્રિમિયમ કયા એકાઉન્ટમાંથી ભરવામાં આવતુ હતુ અને કોણે પ્રિમિયમનુ પેમેન્ટ કર્યુ હતુ.ઈડીના અધિકારીઓને આ પહેલા 50 જેટલા શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની જાણકારી પણ મળી ચુકેલી છે.ઈડીના અધિકારીઓએ અર્પિતાના નામના 8 બેન્ક એકાઉન્ટ પણ જપ્ત કર્યા છે.જેમાં આઠ કરોડ રુપિયા જેટલી રકમ છે.ઈડીના અધિકારીઓ જાણવા માંગે છે કે, 31 વીમા પોલિસીના પ્રિમિયમની રકમ અર્પિતા પાસે કેવી રીતે આવતી હતી અને આ રકમનો સ્ત્રોત શું છે...આ પહેલા પાર્થ ચેટરજીના વકીલે દાવો કર્યો હતો કે, પાર્થ ચેટરજી અર્પિતા મુખરજીને જાણતા નથી તો હવે સવાલ એ પણ ઉભો થયો છે કે, અર્પિતાની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં તો પછી પાર્થ ચેટરજીનુ નામ નોમીની તરીકે કેમ છે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.