આજીડેમ ચોકડી પાસેથી રૂા.1.40 લાખનો દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ - At This Time

આજીડેમ ચોકડી પાસેથી રૂા.1.40 લાખનો દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ


આજીડેમ ચોકડી પાસેથી રૂ.1.40 લાખનો દેશી દારૂ ભરેલ બોલેરો ગાડીને પોલીસે ઝડપી પાડી કુલ રૂ.3.40 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા દારૂના ધંધાર્થીની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જનકસિંહ રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઇ હારુનભાઇ ચાનીયા તથા રવિ વાંક અને કોન્સ્ટેબલ દેવા ધરજીયાને આજીડેમ ચોકડી પાસે રામવનના ખુણા પાસે એક બોલેરો પડેલ છે તેમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડતાં ગાડી પાસે કોઇ હાજર મળેલ નહી રેઢી મળી આવેલ અને ગાડીમાંથી કેફી પ્રવાહીની વાસ આવતી હોય જેથી ગાડીની અંદર તપાસ કરતાં તેમાં પ્લાસ્ટીકની નેટ ઢાંકેલ હોય જે હટાવી જોતા સફેદ પ્લાસ્ટીકના બાચકા 28 માંથી કુલ બુંગીયા નં.140, 700 લીટર દેશી દારૂ મળી આવતાં રૂ.1.40 લાખનો દેશી દારૂ, બોલેરો સહિત રૂ.3.40 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.