કેવો હશે મોદી 3.0નો 5 વર્ષનો રોડમેપ?:શપથગ્રહણ પહેલાં સામે આવી મોદીની સંભવિત કેબિનેટની તસવીર, 100 દિવસના એક્શન પ્લાન પર ચર્ચા - At This Time

કેવો હશે મોદી 3.0નો 5 વર્ષનો રોડમેપ?:શપથગ્રહણ પહેલાં સામે આવી મોદીની સંભવિત કેબિનેટની તસવીર, 100 દિવસના એક્શન પ્લાન પર ચર્ચા


શપથગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11.30 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને સંભવિત કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે તેમની સરકારનું વિઝન શેર કર્યું અને પ્રથમ 100 દિવસના રોડમેપ પર ચર્ચા કરી. મોદીએ કહ્યું હતું કે આ રોડમેપને અમલમાં મૂકવાનો છે અને બાકી રહેલી યોજનાઓને પણ પૂર્ણ કરવાની છે. તમને જે પણ વિભાગ મળે, તમે એનું કામ વહેલી તકે પૂર્ણ કરો. તમારા ટાર્ગેટની ચિંતા ન કરો. PMની ચર્ચામાં 63 નેતાએ ભાગ લીધો
PMએ તેમના નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પર સંભવિત મંત્રીઓ સાથે હાઇ-ટીનું આયોજન કર્યું હતું, જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, સર્બાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન, ડૉ.એસ. જયશંકર, જયંત ચૌધરી, કિરણ રિજિજુ, અનુપ્રિયા પટેલ, રવનીત સિંહ બિટ્ટુ, જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે. પંકજ ચૌધરી, રાજીવ (લાલન) સિંહ, સંજય સેઠ, શોભા કરંદલાજે, ગિરિરાજ સિંહ, રામદાસ અઠાવલે, નિત્યાનંદ રાય, બીએલ વર્મા, અન્નપૂર્ણા દેવી, અર્જુન રામ મેઘવાલ, પીયૂષ ગોયલ, રાવ ઈન્દ્રજિત સિંહ, અજય તમટા, જીતન રામ માંઝી, પાસવાન, નિર્મલા સીતારમણ, જી કિશન રેડ્ડી, બંદી સંજય વગેરેનો સમાવેશ થાય છે. આ દરમિયાન બીજેપી-અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. જુઓ... મોદીના નિવાસસ્થાને NDA નેતાઓની બેઠકની તસવીરો... ખટ્ટરે કહ્યું- મોદી જેને કેબિનેટમાં રાખવા માગે છે તેને જ બોલાવે છે
બેઠક પૂરી થયા પછી હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન અને કરનાલના સાંસદ મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની પરંપરા છે કે તેઓ ચા પર ચર્ચા માટે લોકોને તેમના નિવાસસ્થાને બોલાવે છે. તેઓ તેમને જ આમંત્રિત કરે છે, જેમને તેઓ કેબિનેટમાં રાખવા માગે છે. સૌથી પહેલા જાણીએ કે મોદીનો 100 દિવસનો એક્શન પ્લાન શું છે... 10 વર્ષથી ટ્રેલર જોયું, પિક્ચર હજુ બાકી છે...
23 ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હીમાં પીએમ મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન બનાવવા કહ્યું હતું. 5 એપ્રિલે રાજસ્થાનના ચુરુમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ પોતે કહ્યું હતું કે 'અમે 10 વર્ષમાં જે કામ કર્યું એનું ટ્રેલર હતું, સંપૂર્ણ પિક્ચર આવવાનું બાકી છે.' ભાસ્કરે આ યોજનાની વિગતો ભાજપનાં સૂત્રો પાસેથી મેળવી હતી. આ મુજબ 100 દિવસમાં આ મુદ્દાઓ પર કામ કરવાની તૈયારી છે. 1. વન નેશન-વન ઇલેક્શન
2. યુનિફોર્મ સિવિલ કોડ (UCC)
3. મુસ્લિમ આરક્ષણ સમાપ્ત કરવું
4. પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટમાં ફેરફાર
5. દિલ્હી માસ્ટર પ્લાન
6. વક્ફ બોર્ડ નાબૂદ
7. મહિલા આરક્ષણ
8. 70 વર્ષની વયના લોકો માટે મફત સારવાર
9. પેપર લીક નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાયદો
10. CAAનો સંપૂર્ણ અમલ
11. કેન્દ્રીય બજેટ
12. નવી શિક્ષણ નીતિ
13. વસતિગણતરી
14. લખપતિ દીદીની સંખ્યા 3 કરોડ સુધી લઈ જવી
15. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના
16. ખેડૂતો માટે ઓઇલ સીડ્સ અને કઠોળ પર ધ્યાન આપવું
17. ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવી
18. રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ પર ફોકસ કરો
19. સ્કેલ, અવકાશ, ઝડપ, કૌશલ્યના એજન્ડા પર કામ કરવું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.