હાર્દિક ઘરે પહોંચે તે પહેલાં છૂટાછેડાની ચર્ચાએ પકડ્યું જોર:નતાશાએ વીડિયો શેર કરીને કહ્યું, 'જયારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થતા હોઈએ ત્યારે ભગવાન આપણી સાથે જ છે' - At This Time

હાર્દિક ઘરે પહોંચે તે પહેલાં છૂટાછેડાની ચર્ચાએ પકડ્યું જોર:નતાશાએ વીડિયો શેર કરીને કહ્યું, ‘જયારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થતા હોઈએ ત્યારે ભગવાન આપણી સાથે જ છે’


ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 લઈને મુંબઈ પરત આવી છે. ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પણ તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે મુંબઈ આવ્યો છે. પરંતુ ઘરે આવતા પહેલાં તેની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે ફરી એકવાર તેમના સંબંધોમાં ચાલી રહેલી પરેશાનીઓનો સંકેત આપ્યો છે. જે બાદ ફરી એકવાર હાર્દિક અને નતાશા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. એક્ટ્રેસ-મોડલ નતાશા સ્ટેનકોવિકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકોને જીવનમાં ચોક્કસ પરિસ્થિતિઓમાંથી પસાર થવા પર નિરાશ અને દુઃખી થવાને બદલે ભગવાનમાં વિશ્વાસ કરવા પ્રેરિત કરવામાં આવે છે. તેમનો આ મેસેજ તેના પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે આવ્યો છે. કારમાં મુસાફરી કરતી વખતે લેવામાં આવેલા આ વીડિયોમાં નતાશાએ શેર કર્યું, હું આજે કંઈક વાંચવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી જે મને ખરેખર સાંભળવાની જરૂર હતી અને તેથી હું કારમાં મારી સાથે બાઇબલ લાવી કારણ કે હું તમારી સાથે પણ શેર કરવા માગુ છું. વધુમાં કહ્યું, 'આ ભગવાન છે જે તમારી આગળ જાય છે અને તમારી સાથે રહેશે. તે તમને ક્યારેય છોડશે નહીં કે તમને ત્યાગશે નહીં. ડરશો નહીં કે નિરાશ થશો નહીં. જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ, નિરાશ થઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ અને ઘણીવાર હારી જઈએ છીએ (પરંતુ) ભગવાન તમારી સાથે છે. તે વાતથી ભગવાન હેરાન નથી તમે શું કરી રહ્યાં છો કારણ કે તેમની પાસે પહેલાંથી જ એક પ્લાનિંગ હોય છે.' હાર્દિક માટે પોસ્ટ ન કરી
નતાશા ઇન્સ્ટાગ્રામ પર સતત રહસ્યમય પોસ્ટ્સ પોસ્ટ કરી રહી છે, જે દર્શાવે છે કે તેની અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી. ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ નતાશાએ હાર્દિક માટે કોઈ પોસ્ટ શેર કરી ન હતી, જેના માટે તે ખૂબ ટ્રોલ પણ થઈ હતી. જો કે, ફેન્સને આશા છે કે ભારતની T20 વર્લ્ડ કપ જીત બાદ હાર્દિકના ઘરમાં બધું બરાબર થઇ જશે. p>નતાશા અને હાર્દિક 31 મે, 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયાં
અભિનેત્રી નતાશા અને હાર્દિક 31 મે, 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયાં. એ જ વર્ષે 30 જુલાઈએ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. બાળકના જન્મની જાણકારી હાર્દિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. બંનેએ ગયા ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડેના દિવસે પરંપરાગત રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યાં હતાં
હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યાં હતાં. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે હાર્દિક તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નતાશાએ તેને ઘણો સાથ આપ્યો હતો. જાન્યુઆરી 2020માં બંનેએ દુબઈમાં એકબીજાને રિંગ પહેરાવીને સત્તાવાર રીતે સગાઈ કરી. નતાશા ડીજે વાલા બાબુથી ફેમસ થઈ હતી
નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ સત્યાગ્રહ હતી. આ સિવાય તે બિગ બોસ 8 અને નચ બલિયે 9માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ડીજે વાલે બાબુથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. હાર્દિકે 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને તેણે પોતાની રમતથી ટીમ માટે ઘણી મેચ જીતી છે. તે T-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો વાઇસ-કેપ્ટન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.