સોની બજારમાં દારૂની મહેફિલ માણી રહેલા પાંચ શખ્સ પકડાયા
રાધાસખી એપાર્ટમેન્ટમાં પોલીસે પાડ્યો દરોડો
શહેરમાં સોની બજારમાં રાધાસખી એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ પર એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી આંગડિયા પેઢીના કર્મચારી સહિત પાંચ શખ્સને ઝડપી લઇ વિશેષ પૂછતાછ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોની બજારમાં દરબારગઢ નજીક રાધાસખી એપાર્ટમેન્ટમાં અગાસી પર દારૂની કેટલાક શખ્સો મહેફિલ કરતા હોવાની માહિતીને અાધારે પીઆઇ બારોટ સહિતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતો અને રણછોડનગરમાં રહેતો અને ઇમિટેશનનો વેપારી હર્ષદ હરીભાઇ છાંટબાર, મોરબી રોડ પર રહેતો અને આગડિયા પેઢીનો કર્મચારી કૌશિક જયંતીભાઇ પટેલ, સેટેલાઇટ ચોકમાં રહેતો અને આંગડિયા પેઢીનો કર્મચારી હસમુખ રામાભાઇ દેસાઇ, દરબારગઢ પાસે રાધાસખી એપાર્ટમેન્ટમાં રહેતો પ્રવીણ પરસોતમભાઇ પટેલ, રણછોડનગરમાં રહેતો નરેન્દ્ર બાબુભાઇ પટેલની ધરપકડ કરી તેની પાસેથી દારૂની અડધી બોટલ સહિતની મતા કબજે કરી હતી.
તેની પૂછતાછ કરતા ઇમિટેશનના વેપારી હર્ષદના પત્ની અન્ય રાજ્યની હોય તેની તેની ટિકિટમાંથી ફર્ન હોટેલમાંથી દારૂની બોટલ લઇને મહેફિલ કરી હોવાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. 31 ડિસેમ્બરના અનુસંધાને પોલીસ વેપારી વિસ્તારોમાં પણ દારૂની પાર્ટી અંગે છેલ્લા બે દિવસથી ચેકિંગ કરી રહી છે તેના ભાગરૂપે જ ઉપરોક્ત કાર્યવાહી કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.