ધંધુકા શ્રી એમ.એસ. સી વિદ્યાલય દ્વારા આયોજિત બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ યોજાયો. - At This Time

ધંધુકા શ્રી એમ.એસ. સી વિદ્યાલય દ્વારા આયોજિત બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ યોજાયો.


ધંધુકા શ્રી એમ.એસ. સી વિદ્યાલય દ્વારા આયોજિત બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ યોજાયો.

ભાવનગર બાંભણિયા બ્લડબેન્ક દ્વારા 1000 થી વધારે વિદ્યાર્થીઓ ના બ્લડ ગ્રુપ ચેક કરી આપવામાં આવ્યા હતા.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના
શ્રી એમ.એસ.સી વિદ્યાલયે ખાતે આજે પહેલ કરી છે, જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ બાંભણિયા બ્લડબેન્ક ભાવનગરના સહયોગથી દરેક વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેક કરી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આજના યુગમાં જ્યારે અકસ્માત, આપત્તિ અને જાણ્યા- અજાણ્યા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કોઈ પણ સમસ્યા આવે ત્યારે ડોક્ટરી તપાસમાં અથવા તો આકસ્મિક લોહીની જરૂર પડે અથવા કોઈને આપણું લોહી એટલે કે રક્તદાન કરવું હોય તો આપણને આપનું બ્લડ ગ્રુપ ખબર હોવી જોઈએ,જો જાણતા હોય તો તુરંત ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે.
આવા જ ઉચ્ચ ઉદેશને ધ્યાનમાં રાખી ધંધુકા શ્રી એમ.એસ.સી વિદ્યાલયે આજે પહેલ કરી છે, જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ બાંભણિયા બ્લડબેન્ક ભાવનગરના સહયોગથી સમગ્ર વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેક કરી આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના નિયામક શ્રી સહદેવસિંહ ચુડાસમા, રાજભા ચુડાસમા, આચાર્ય તેમજ શિક્ષકોના અથાક પ્રયત્નથી આ કેમ્પમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેક કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.