ભાસ્કર વિશેષ:બ્યૂટી ટ્રીટમેન્ટ: બાઇડેને ફેસ લિફ્ટિંગ પાછળ 1.60 લાખ ડૉલર, ટ્રમ્પે કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં 1 લાખ ડૉલર ખર્ચ્યા - At This Time

ભાસ્કર વિશેષ:બ્યૂટી ટ્રીટમેન્ટ: બાઇડેને ફેસ લિફ્ટિંગ પાછળ 1.60 લાખ ડૉલર, ટ્રમ્પે કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં 1 લાખ ડૉલર ખર્ચ્યા


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે બે દિગ્ગજ, વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રસાકસીભર્યો જંગ ચાલી રહ્યો છે. બંને મુરતિયા વયોવૃદ્ધ છે. બાઇડેન 81 વર્ષના છે જ્યારે ટ્રમ્પ તેમનાથી માત્ર 3 વર્ષ નાના એટલે કે 78 વર્ષના છે પરંતુ સત્તાની લાલચ માત્ર આપણા નેતાઓને જ છે તેવું નથી, ત્યાં પણ છે. અલબત્ત, આપણા નેતાઓ કરતાં વધુ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કારણ કે બંને નેતાઓએ યુવાન દેખાવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરોડો ડૉલર ખર્ચી નાખ્યા છે. જો બાઇડેને ફેસ લિફ્ટિંગ માટે અત્યાર સુધીમાં 1.60 લાખ ડૉલર ખર્ચી નાખ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કોસ્મેટિક ટ્રીટમેન્ટ પાછળ 1 લાખ ડૉલર વાપર્યા છે. બેવર્લી હિલ્સના ટોચના સર્જનના કહેવા પ્રમાણે રાષ્ટ્રપ્રમુખનો પહેલો કાર્યકાળ ભોગવી રહેલા અને બીજી વાર રાષ્ટ્રપતિ બનવાની હોડમાં ઉતરેલા જો બાઇડેને પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ કોસ્મેટિક સર્જરી કરાવી છે. બીજી તરફ પ્રમાણિક પ્લાસ્ટિક સર્જનના કહેવા પ્રમાણે 81 વર્ષીય બાઇડેને વધતી વયનો પ્રભાવ દૂર કરવા માટે વિવિધ ઉપચારો કરાવ્યા છે. વેસ્ટ હૉલિવૂડની પ્રખ્યાત હસ્તીઓના પસંદગીના મેડિકલ સ્પાનું સંચાલન કરનારા ડૉ. ગૅરી મોટ્યકીના કહેવા પ્રમાણે બાઇડેને આંખનું લિફ્ટિંગ અને ભવાંની સર્જરી કરાવી છે. આ કારણે જ તેઓ વધુ પડતા ‘સ્ત્રૈણ’ દેખાય છે. બીજી તરફ ડૉ. મોટ્યકીના કહેવા પ્રમાણે 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ‘બ્યૂટી ટ્રીટમેન્ટ’ પાછળ બાઇડેન કરતાં ઓછો ખર્ચ કર્યો છે. ટ્રમ્પે કોસ્મેટિક સર્જરી પાછળ લગભગ 1 લાખ ડૉલર ખર્ચી નાખ્યા છે, તેમાંથી મોટા ભાગનો ખર્ચ હૅર ટ્રાન્સપ્લાન્ટ પાછળ કર્યો છે. સર્જનના કહેવા પ્રમાણે ટ્રમ્પને થોડા સમયથી ઓછા વાળની સમસ્યા હતી અને તેમણે અનેક વાર હૅર ટ્રીટમેન્ટ કરાવી હશે. ટ્રમ્પ 30 વર્ષ કે તેથી વધુ સમયથી હૅર ટ્રીટમેન્ટ કરાવતા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.