રાવલ ગામે વાઘેલા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહની આસ્થા ભેર પૂર્ણાહુતી થઈ - At This Time

રાવલ ગામે વાઘેલા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહની આસ્થા ભેર પૂર્ણાહુતી થઈ


ક્ર્ષ્ણ-રામજન્મોત્સવમા ધારા સભ્યો -સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિ વચ્ચે ભાવિકો ઉત્સાહ ભર જોડાયા,

ગોસા(ઘેડ): પોરબંદર નજીક ના જામ રાવલ ગામે સમસ્ત વાઘેલા પરિવાર દ્વારાઆયોજિત શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ ની પૂર્ણા હુતી સાથે શ્રી ક્ર્ષ્ણ -રામ જન્મોરત્સવ માં ભાવિકો ઉત્સાહ ભેર જોડાયા હતા.ધારા સભ્યો -સમાજ શ્રેષ્ઠિ ઓ ઉપસ્થિત રહ્યા હતા
પોરબંદર નજીકનાં રાવલ ગામે રામભાઈ રણમલભાઈ વાઘેલા ( હર સિદ્ધિ કન્સ્ટ્રક્સન ) તથા સમસ્ત વાઘેલા પરિવાર દ્વાર પિતૃ ઓ ના મોક્ષા ર્થે તાજેતરમાં ” વૃંદાવન ધામ “શીતળા માતાજી મંદિર ગ્રાઉન્ડ જામ રાવલ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ ની પૂર્ણા હુતી થઇ હતી.
શાસ્ત્રી પંકજ ભાઈ.જોષી ના વ્યાસ પીઠ હેઠળ ચાલેલી સંગીત મય શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ પા વન પ્રસન્ગો ઉજવાયા હતા જેમાં નૃસિંહ અવતાર. વામન અવતાર શ્રી રામ જન્મોત્સવ ,ગિરિ રાજ પૂજન . શ્રી રુક્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથાની પૂર્ણા હુતી થઇ હતી
આ પ્રસન્ગોમાં શ્રીક્ર્ષ્ણ -શ્રી રામજન્મોત્સવમાં ભાવિકો મોટી સંખ્યા માં જોડાયા હતા
આ કથા માં ગુજરાત સરકાર નાં જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકસુરક્ષા ને લગતી બાબતો નાં કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયા, માંગરોળ -માળીયા નાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટિયા, ઉના વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પાલીતાણાનાં પૂર્વ ધારાસભ્ય પ્રવીણ ભાઈ રાઠોડ, ઉના તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રામભાઈ ડાભી, સમાજ રત્ન જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડા ઉપસ્થિ રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય નાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું રાવલ વિસ્તાર ની પાઘડી પહેરાવી કથાના આયોજક રામ ભાઈ વાઘેલાનાં હસ્તે અભિવાદન કરવામાં આવેલ હતું તેમજ હનુમાન ધાર રબારી સમાજના અગ્રણી ધર્મ પ્રેમી શ્રી પરબત ભાઈ ભીમા ભાઈ ચાવડા કથા દરમિયાન એક પગે ઉભારહી સાત દિવસ સુધી કથા સંભાળવા બદલ વાઘેલા પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા આ પ્રસંગે રાજ્ય નાં *કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી ભાઈ બાવળીયા એ કથાના આયોજક વાઘેલા પરિવાર ને બિરદાવી જણવ્યું હતું કે,શાસ્ત્રો – પુરાણો ની કથા જીવન જીવાનીચેતના બક્ષે છે* કથા સાંભળનાર સૌ શ્રોતાગણ ને બીડી, સિગારેટ, ગુટકા, પાન, ફાકી જેવા દ્રવ્યો ત્યજી પ્રામાણિક જીવન જીવવાની શીખ આપી હતી, આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગટિયા,ધારાસભ્ય શ્રી પુંજા ભાઈ વંશ, ધારાસભ્ય શ્રી પ્રવીણ ભાઈ રાઠોડ, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા વગેરે વ્યસનો ત્યજી શિક્ષણ ને પ્રાધન્ય આપવા અને આ ધ્યાન ત્મિક માર્ગે ઉન્નતિ સાધવાની હિમાંયત કરી હતી
કથામાં શાસ્ત્રીજી દિલીપ ભાઈ ગોસ્વામી, સતીશબાપુ, વિજય ભાઈ થાનકી,જયેશભાઇ ભારથી, દર્શન ભાઈ જોષી, કનક ભાઈ ભોગાયતા,ગિરીશ ભાઈ જોષી. સંગીત મય કથામાં સહયોગી બન્યા હતા
આ કથામાં રાવલ નગર પંચાયત ના પ્રમુખ જસાયબેન રામસીભાઈ જમોડ, પૂર્વ પ્રમુખ ડો મનોજ ભાઈ જાદવ નગર પાલિકા ના સદસ્ય ભીમાભાઈ વારોતરીયા, લાખીબેન રાવલ, પી.એસ.આઈ દામજીભાઈ નકુમ,કિરણ ભાઈ કાબરીયા તથા સમાજ શ્રેષ્ઠિઓ સર્વ ડો ઈશ્વરભાઈ ભરડા, રામદેવ ભાઈ કાગડીયા, ગીગાભાઇ ચાવડા, મગનભાઈ બામણીયા, હિતેશભાઈ વાજા,વિમલભાઈ સોલન્કી, હર્ષદભાઈ બામણીયા, અરવિંદભાઈ વાળા,રાજીબેન સોલન્કી,નરશીભાઈ વાઘેલા, ધર્મેશભાઈ મઢવી, દિલીપભાઈ થાનકી,નટુદાન બારોટ,પોરબંદરના કેળવણીકાર ડો ઈશ્વર ભાઈ ભરડા,નરસિંહભાઈ વાઘેલા, નારણભાઈ ગામી, લાખાભાઈ ગામી, બાલુભાઈ પ્રતાપભાઈ વાઘેલા,સહીત અન્ય મહાનુભાવો તેમજ રાવલ ગામ સમસ્ત ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધન્યતા નીલાગણી અનુભવી હતી
રિપોર્ટર :-વિરામભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.