સત્વશીલ કૃષિ ઝેર મુક્ત જીવન. આત્મા પ્રોજેકટ ખેતીવાડી અને બાગાયત ના સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાય
સત્વશીલ કૃષિ ઝેર મુક્ત જીવન. આત્મા પ્રોજેકટ ખેતીવાડી અને બાગાયત ના સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાય
બાબરા ના ગમાપીપળીયા ગામમાં ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા ના નેતૃત્વ માં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાય વરસાદના માહોલમાં પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપેલ ભારતીય કિસાન સંઘ આત્મા પ્રોજેક્ટ આસિસ્ટન ટેકનોલોજી મેનેજર રોહિતભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે અવગત કરાયા માહિતી આપી પ્રાકૃતિક ખેતીની શરૂઆત ખેડૂતોને ૧ થી ૫ વિધા સુધી પણ કરી શકે તેમાં શાકભાજી, બાગાયતી ખેતી, કે શીગના વાવેતરમાં સારી સફળતા મળે છે ખેતીનો ખર્ચો ઘટે છે અને દવા અને રાસાયણિક ખાતર વગર ઉત્પાદન વધારે મીઠાશ વાળુ ઉત્પાદન મળે છે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત જીવામૃત વગેરે કેમ બનાવી કેવી રીતે ઉપયોગ કરવો ? બધી જ માહિતી આપી અને ગમે ત્યારે માહિતી સહકાર જોઈએ તો ફોન કરી ને પણ માહિતી લઈ શકો છો ગમાપીપળીમાં પ્રાકૃતિક ખેતી કરતા શિવાભાઈ રમેશભાઈ પાસેથી માહિતી મેળવી તેમને રાહબર બનાવી શકો છો ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કેન્સર હાર્ટએટેકના પ્રમાણ ખૂબ જ પ્રમાણ વધતું જાય છે.અને ગુજરાત પણ આમા આગળ વધતું જાય છે.તેમાંથી બચવા માટે તંદુરસ્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ પડશે.તો જ તંદુરસ્ત ભારત બની શક્શે, કિસાન જગતનો તાત છે. કિસાનોનો ધંધો એક જ એવો છે જે કુદરત ને આધિન છે પણ સરકાર પ્રાકૃતિક ખેતીની લેબોરેટરી કરી સારા અને પુરતા ભાવે ખરીદી કરે તો ખેડૂત ખેતી ઉપર નિર્ભર રહી શકશે. તેમજ ભવિષ્યમાં ખેતીને તેમજ માનવ જીવનને તેમ જ પશુપક્ષી નું જીવન ધબકતું રાખવું હશે તો દરેક મનુષ્યે દર વર્ષે તેમની વર્ષગાંઠે વૃક્ષ ઉછેરે પૃથ્વી ઉપર ઓક્સીજન અને ગરમીનું સંતુલન રહી શકે આ વર્ષે ગરમીનું પ્રમાણ ૪૫ થી ૪૭ ડીગ્રી તાપમાન હતું. વૃક્ષો નહી ઉછેરીએ તો ભવિષ્યમાં ગરમીને કારણે હિટવેવ વધશે અને ગરમીને કારણે પશુપક્ષી અને માનવ સમાજની જાનહાની થતી અટકાવવા ખાસ વાડીએ- ખેતર તેમજ જાહેર જગ્યા ઉપર વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો.તેમજ ગમાપીપળીયા ભારતીય કિસાન સંઘમાં વધુ માં વધુ સભ્ય નોંધણીમાં જોડાય તેવું જણાવ્યું તેમજ બેઠકમાં ગમાપીપળીયા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ પાનશેરીયા, શંભુભાઈ પટોળીયા, મહેશભાઈ ચાવડા, જીવકુભાઈ બાખલકીયા અને ગ્રામ કમીટી, તેમજ ગામમાંથી ઘણાં ખેડૂતભાઈઓ વરસાદી માહોલમાં પણ હાજરી આપી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.