દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા દિવાળીમાં ઝુપડામાં રહેતા બાળકોને નવા કપડા વિતરણ કરાયા
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા દિવાળીમાં ઝુપડામાં રહેતા બાળકોને નવા કપડા વિતરણ કરાયા
ગુરુદેવશ્રી કાનજીસ્વામી સ્થાપીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ અંતર્ગત તીથઁકર ભગવાન શ્રીમહાવીર સ્વામીના "2550"માં નિવાઁણ કલ્યાણક પાવન દિવાળીના મંગલ અવસરે જરુરીયાતમંદ ઝુપડા માં રહેતા 1-વર્ષ થી 12-વર્ષ સુધીના 120 બાળ ભગવાન આત્માને છોકરા-છોકરીઓને નવા રેડીમેઈડ તૈયાર કપડા આપેલ દ્રવ્રારીકાધીશના પરમ ભકત દાતા સવસીભાઈ રૂપાભાઈ લોહના આત્મ શ્રેયાથેઁ તેમના સુપુત્ર અને વિહત ડેરીના ઓનર રઘુભાઈ સવશીભાઈ લોહ તથા મેહુલ સવશીભાઈ ભાઈ લોહના આથીઁક શુભ સહયોગથી વહેંચવામાં આવેલ અને બાળકોના ચહેરા ઉપર દિવાળી પહેલા નિખાલસ સ્માઈલ લાવવામાં આવેલ,નવા કપડા પહેરીને નિદૉષ બાળ ભગવાન ના ચહેરા ઉપર જે મીઠી મુસ્કાન હતી.તે અવર્ણનીય અને અદભુત હતી,કપડાનું વિતરણ ઢાંકણીયા રોડ,ભાવનગર રોડ ફાટક પાસે તથા હસમુખ ફર્નીચર પાસેના શ્રમવિસ્તારમાં નવા પેકે પેક તૈયાર કપડાની જોડીઓ આપેલ તેમા રુકેશ લોહ,ભવ્યરાજ અને જયદિપ લોહએ કાર્યક્રમને સફળ બનાવેલ.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.