મચ્છરજન્ય રોગચાળાને કારણે શાળાઓમાં ગૂગળ-લીમડાનો ધૂપ શરૂ
બાળકને તાવ-શરદીના લક્ષણો દેખાય તો શાળાએ ન મોકલવા તાકીદ
ચાંદીપુરા વાઇરસ, મરચ્છજન્ય રોગચાળો તેમજ વાતાવરણમાં પલટો આવતાં સ્વનિર્ભર શાળામાં તકેદારી વધારવામાં આવી છે. અનેક શાળામાં સવાર-સાંજ ગૂગળ- લીમડાનો ધૂપ શરૂ કર્યો છે. તેમજ વિદ્યાર્થીઓને ઘરે બનાવેલો અને તાજો નાસ્તો, વોટર બોટલમાં હૂંફાળું પાણી મોકલવા માટે સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત બાળકને તાવ-શરદીના કોઇ લક્ષણો જણાયતો શાળાએ ન મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક શાળામાં પ્રવેશ સમયે જ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.