જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો………….
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો.............
આજરોજ ઉમા વિદ્યાલય મોતીપુરામાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી પ્રો.ડો રીટાબેન જોશી દ્વારા શાળામાં માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી લગભગ 150 વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણનું કરવામાં આવ્યું. પ્રમુખશ્રી રીટાબેન આજના મેઘા પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા. મંત્રી ફાલ્ગુની બેનએ મહેમાનોને આવકાર્યા હતા અને ઉપપ્રમુખ સોનલબેન મહેતાએ સેનેટરી પેડનું મહત્વ જણાવ્યું હતું. ખજાનચી દર્શનાબેનએ આ પેડને કેવી રીતે ડિસ્ટ્રોય કરવા તેની ખુબ સરસ માહિતી આપી હતી. પ્રમુખશ્રી રીટાબેન જોશીએ સેનેટરી પેડ એ સ્વાસ્થ્ય માટે કેટલું ઉપકારક છે અને શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ તેને ખુબ સરસ માહિતી આપી હતી. દરેક વિદ્યાર્થીનીને પેડ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સહિયર ગ્રુપની બહેનો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં જોડાઈ હતી.. પ્રોગ્રામ ખરેખર ખૂબ સફળ રહ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.