ખેરાલુ કોલેજની વિદ્યાર્થીની કુસ્તીમાં ગોલ્ડ વિજેતા બની - At This Time

ખેરાલુ કોલેજની વિદ્યાર્થીની કુસ્તીમાં ગોલ્ડ વિજેતા બની


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ આયોજિત કુસ્તી(બહેનો)ની સ્પર્ધા ચાણસ્મા કોલેજના યજમાન પદે સરદાર પટેલ રમત સંકુલ પાટણ ખાતે યોજાઈ હતી. જેમાં ખેરાલુ આર્ટસ અને કોમર્સ કોલેજની હોનહાર ખેલાડી પરમાર તંજીમ તાલિબાહુસેન બી.એ.સેમ - ૧ એ ૫૦ કિગ્રા કુસ્તી (બહેનોની) સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે વિજેતા બનીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ વિજય બદલ કોચ મેનેજર ડો.મેહુલભાઈ જયસ્વાલ અને પરમાર તંજીમ તાલિબાહુસેનને કેળવણી મંડળ અને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.