બોટાદ નગરપાલિકા દ્વારા ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત મહિલા વેપારીઓને પ્રોત્સાહન આપતો “મૈ ભી ડિજિટલ” કાર્યક્રમ યોજયો
(અસરફ જાંગડ)
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશને ડિજિટલ બનાવવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ડિજિટલ ઈન્ડિયા (Digital India) અભિયાન હેઠળ ડિજિટલ પેમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારશ્રી દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરવા અને ડિજિટલ સ્કેનર પદ્ધત્તિથી પેમેન્ટ પ્રાપ્ત કરવા માટે મૈં ભી ડિજિટલ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય સાથે મળીને, પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓને ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે.જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં બોટાદ નગરપાલિકા દ્વારા આ અભિયાનને આગળ વધારવા અને સરકારને સહયોગી થવા બોટાદના મહિલા સ્ટ્રીટ વેન્ડર્સ સાથે મૈં ભી ડિજિટલ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં બોટાદની મહિલા સ્ટ્રીટ વેન્ડર્સને ડિજિટલ પેમેન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.