દિવાળીએ રાજકાટને દુલ્હનની જેમ શણગારાશે રાજમાર્ગ અને મુખ્ય ચોકમાં લાઇટીંગ, ડેકોરેશન, ધનતેરસે આતશબાજી, દિવાળીએ રેષકોર્સ રિંગરોડ પર રંગોળી સ્પર્ધા યોજાશે - At This Time

દિવાળીએ રાજકાટને દુલ્હનની જેમ શણગારાશે રાજમાર્ગ અને મુખ્ય ચોકમાં લાઇટીંગ, ડેકોરેશન, ધનતેરસે આતશબાજી, દિવાળીએ રેષકોર્સ રિંગરોડ પર રંગોળી સ્પર્ધા યોજાશે


રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ ની હાઈલાઈટ્સ
તા.૨૭/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૩૦ વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ”નોશુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ્દ હસ્તે થશે.
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે “રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.
સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૩૦/૧૦/૨૦૨૪ અને તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.
તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ રાત્રે ૭:૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય “આતશબાજી” યોજાશે.
રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.૨૭/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે.
રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો
તા.૨૭/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ દરમ્યાન રાત્રે ૧૨:૦૦ કલાક સુધી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં આપેલ માહિતી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.