વડાલી તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

વડાલી તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઇ. સનતકુમાર ધીરૂભાઇ તથા એ.એસ.આઇ. ચાપાભાઇ લાખાભાઈ તથા આ.પો.કો વિજયભાઇ ભીખાભાઇ તથા અ.પો.કો વિક્રમસિંહ મંગળસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઈ પ્રવિણભાઇ તથા અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ તથા ડ્રા.પો.કો કાળાજી ભગાજીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.

દરમ્યાન ખાનગી રાહે રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ-સી-ગુ.ર.નં.૦૩૮૧/ ૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૮૧.૮૩ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ -સી-ગુ.૨.નં.૦૫૦૦/૨૦૨૩ धी ગુજરાત प्रोहि એકટ કલમ.૬૫એઇ,૧૧૬(બી),૯૮(૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી પીન્ટુ ઉર્ફે પ્રકાશ સ/ઓ મોહનલાલ લક્ષ્મીલાલજી પુરબીયા રહે.મકાન નંબર-૧૦૬ નેશનલ હાઇવે-૮ આર.કે સર્કલ સેલીબ્રેશન મોલની સામે ઉદેપુર રાજસ્થાનનાનો આછા વાદળી કલરની ગોળ ગળાવાળી અડધી બાંયની ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તે રાજસ્થાન ઉદેપુર આર.કે સર્કલ પાસે રોડ ઉપર ઉભો છે જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે રાજસ્થાન ઉદેપુર આર.કે સર્કલ જતા રોડ ઉપર બાતમીવાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ પીન્ટુ ઉર્ફે પ્રકાશ સ/ઓ મોહનલાલ લક્ષ્મીલાલજી પુરબીયા ઉ.વ.૩૮ રહે. મકાન નંબર-૧૦૬ નેશનલ હાઇવે-૮ આર.કે સર્કલ સેલીબ્રેશન મોલની સામે ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ -સી-ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૪૦૩૮૧/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૮૧,૮૩ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ-સી-
ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૩૦૫૦૦/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૧૧૬(બી), ૯૮(૨) મુજબનાના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.

જેથી સદરી નાસતા ફરતા આરોપી પીન્ટુ ઉર્ફે પ્રકાશ સ/ઓ મોહનલાલ લક્ષ્મીલાલજી

પુરબીયા ઉ.વ.૩૮ રહે. મકાન નંબર-૧૦૬ નેશનલ હાઇવે.૮ આર.કે સર્કલ સેલીબ્રેશન મોલની સામે ઉદેપુર રાજસ્થાનવાળાને વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ -सी- ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૪૦૩૮૧/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૮૧.૮૩ મુજબના કામે અટક કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા વડાલી તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.

✒️રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.