મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે બોટાદ તાલુકાના વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાલાનું આયોજન
મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે બોટાદ તાલુકાના વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાલાનું આયોજન
લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિને લગતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી નોડલ ઓફીસર ટી.આઇ.પી. અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ દ્વારા બોટાદ તાલુકાનાં દરેક ગામોમાં તબક્કાવાર ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રામીણ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય. ત્યારે આજરોજ બોટાદનાં બાબરકોટ,સમઢિયાળા-2,સાંગાવદર,નાની વિરવા,ઝરીયા અને પાટી સહિતના ગામોમાં ચુનાવ પાઠશાલાનું આયોજન કરીને નાગરીકોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતાં.આ તકે ચુનાવ પાઠશાલામાં દરેક ગામમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તથા આગામી ચૂંટણીમાં પોતાના પરિવાર સાથે મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.