સમગ્ર ગુજરાતને આગામી વર્ષોમાં હરીયાળું કરાશે વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ) - At This Time

સમગ્ર ગુજરાતને આગામી વર્ષોમાં હરીયાળું કરાશે વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ)


દડવા રાંદલનાં ગામે ૩૦૦૦ જેટલા બહુવર્ષીય વૃક્ષોનું સમસ્ત દડવા ગામની પ્રકૃતિ પ્રેમી જનતા' અને 'સદભાવના વૃધ્ધાશ્રમ' નાં માઘ્યમથી વાવેતર કરવાનો અભુતપુર્વ અને ઐતિહાસિક મંગલ વૃક્ષારોપણ મહોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતને આગામી વર્ષોમાં હરીયાળું કરાશે વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ)

ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, વૃક્ષ વગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુ-પક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર અને વૃક્ષારોપણને મહત્વ આપે છે. દડવા રાંદનાં ગામે ૩૦૦૦ જેટલા બહુવર્ષાયુ વૃક્ષોનું 'સમસ્ત દડવા ગામની પ્રકૃતિ પ્રેમી જનતા' અને સદભાવના વૃધ્ધાશ્રમનાં માધ્યમથી વાવેતર કરવાનો અભુતપુર્વ ઐતિહાસિક મંગલ વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગરના લોકસભા સાંસદ ભારતીબેન ડી. શીયાળ, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ગઢડા વિધાનસભા ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, તાલુકા વિકાસ અધિકારી નૈમિષભાઈ ગણાતરા, ઉમરાળા તાલુકા મામલતદાર એ.આર. અંટાળા, ઉમરાળા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એમ.આર. ભલગરીયા, સંતશ્રી લલિતકિશોરદાસજી મહારાજ (લાલદાસબાપુ-મોટા મંદિર લીંબડી), સંતશ્રી રામદાસબાપુ (ગંગાસતી આશ્રમ-સમઢીયાળા), સંતશ્રી ભરતદાસ બાપુ (હનુમાનદાસ બાપા આશ્રમ વાંગધ્રા), શ્રી બાબુરામ ભગત (ધનાબાપાની જગ્યા ધોળાગામ), સંતશ્રી સુદામા બાપુ (દેવગણા), કથાકારશ્રી ગણપતબાપુ કિલાવત (હબુકવડવાળા), પુજારીશ્રી દિનેશગીરી ગોસ્વામી (રાંદલ માતાજી મંદિર–દડવા), મહંતશ્રી અક્ષયપુરી બાપુ (દશામા ધામ–દડવા), ભરતસિંહ ગોહિલ (પ્રમુખશ્રી ભાવનગર જીલ્લા પંચાયત), આર.સી. મકવાણા (પ્રમુખશ્રી–જીલ્લા ભાજપ ભાવનગર), પેથાભાઈ આહીર (વરિષ્ઠ આગેવાન ભાજપ), મધુબેન રસીકભાઈ ભીંગરાડીયા (ચેરમેન—સિંચાઈ સમિતી, ભાવનગર જીલ્લા પંચાયત), ઘનશ્યામભાઈ ખુંટ (માલપરા, ચેરમેન, માર્કેટીંગ યાર્ડ), છગનભાઈ એમ. ભોજ (ચેરમેન, સામાજીક ન્યાય સમિતિ–જીલ્લા પંચાયત), ધર્મેન્દ્રભાઈ લખાણી (પ્રમુખશ્રી-ઉમરાળા તાલુકા પંચાયત), પ્રતાપભાઈ પી. આહીર (પ્રમુખશ્રી– ઉમરાળા તાલુકા ભાજપ), મહાવીરસિંહ ગોહિલ (પ્રમુખ–તાલુકા ખરીદ વેંચાણ સંઘ), પ્રદ્યુમનસિંહ ગોહિલ (પ્રમુખ-વલ્લભીપુર તાલુકા ભાજપ), ભુપતભાઈ બારૈયા (પુર્વ મહામંત્રી– ભાવનગર જીલ્લા ભાજપ), મહેન્દ્રભાઈ પનોત (ચેરમેન, સર્વોતમ ડેરી-શિહોર) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં. આ પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરિયા જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાત–સૌરાષ્ટ્રનાં મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાઈ રહયું છે, અત્યાર સુધીમાં ૨૦,૦૦,૦૦૦ જેટલા વૃક્ષો વિનામુલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવે છે. આગામી વર્ષોમાં ગુજરાતમાં ૨૦ કરોડ જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાની સંસ્થાની નેમ છે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃધ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા ગાઢ જંગલો નિર્માણ કર્યા છે.

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત—જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા ગુજરાતના સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી ૧૮૦ વડીલો સાવ પથારીવશ (ડાઈપરવાળા) વ્યક્તિઓ (કોઈપણ ઉમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય, એકલવાયી–નિરાધાર હાલ તેમાં પોતાનુ જિવન વ્યતિત કરતા કરી રહયાં છે. આવા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરના)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમમાં પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.