*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી વિસ્તારોનો ૩૬૦ ડિગ્રી વિકાસ થાય તેવી વ્યવસ્થા હાથ ધરાઇ છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી વિસ્તારોનો ૩૬૦ ડિગ્રી વિકાસ થાય તેવી વ્યવસ્થા હાથ ધરાઇ છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
........
*સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી ₹.૪૪,૭૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઇ*
.......
*ભારત સરકારની અમૃત, સ્માર્ટ સીટી અને નાણાપંચ યોજના અંતર્ગત ₹.૧૮,૩૯૫ કરોડની સહાય આપવામાં આવી*
........
*સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત. આંતરમાળખાકીય સુવિધાઓ માટે બે વર્ષમાં રૂ.૧,૧૨૫.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી*
........
*સુરતમાં મંજૂર થયેલ ૨૦૮ વિકાસના કામોમાંથી ૧૩૪ કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા અન્ય પ્રગતિ હેઠળ*
.......
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પુછાયેલ પ્રશ્નમાં જણાવ્યું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી ₹.૪૪,૭૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.
તદઉપરાંત ભારત સરકારની અમૃત યોજના, સ્માર્ટ સીટી યોજના અને નાણાપંચ યોજના અંતર્ગત ₹.૧૮,૩૯૫ કરોડની સહાય આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની આંતરમાળખાકીય સુવિધાઓના સંદર્ભમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ બે વર્ષમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના ઘટક હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ.૫૪૫.૭૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ.૫૭૯.૮૯ કરોડ આમ કુલ રૂ.૧,૧૨૫.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જેના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૧૧૨ કામો તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૬ કામો મળી કુલ ૨૦૮ કામો મંજૂર કરવામાં આવ્યા છે.જેમાથી ૧૩૪ વિકાસલક્ષી કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને અન્ય કામ પ્રગતિમાં હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની સ્થાનિક સંસ્થાઓ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૧૮/૭/૨૦૧૩ના ઠરાવની જોગવાઇ હેઠળ ચાર ઘટક હેઠળ કામો લઇ શકાય છે તેની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગૃહ સમક્ષ રજૂ કરી હતી.
તદઅનુસાર
*ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓઃ-*
રસ્તા અને ટ્રાફીક સર્કલના, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો, જળસંચયના કામો તથા તળાવ બ્યુટીફીકેશનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો, ઇ–ગવર્નન્સ, શોપીંગ કોમ્પલેક્ષ, જાહેર ઉદ્યાનોનું નિર્માણ અને જાળવણી, સામાજીક વનીકરણ વિગેરે, સ્મશાન ગૃહોના બાંધકામ, અગ્નિશમન ઉપકરણો તથા ફાયર સ્ટેશનના કામો
*સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ અંતર્ગત*
શાળાઓના મકાન (પ્રાથમિક શિક્ષણ), અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને આંગણવાડી (નંદધર), લાયબ્રેરી, સ્પોર્ટ કોમ્પલેક્ષ (સુવિધાઓ સહિત), સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ / લીકવીડવેસ્ટ મેનેમેન્ટ, વેન્ડર માર્કેટ / હોકર્સ ઝોન પાર્કિંગ સુવિધા સહિત, અદ્યતન પ્રકારના આધુનિક સુવિધા ધરાવતાં જાહેર પે એન્ડ યુઝ શૌચાલયોના કામો
*અર્બન મોબીલીટી – શહેરી પરિવહન અંતર્ગત*
શહેરી બસ સેવા અને ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અન્ડરબ્રીજ, રીંગ રોડ / રેડિયલ રોડ / ફલાય ઓવર બ્રીજ, અન્ડરપાસના કામ
*શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો*
હેરીટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, પંચશકિત થીમ આધારિત ટ્રાફીક સર્કલ આઇલેન્ડઝ, વોટર બોડી લેન્ડ સ્કેપીંગ રીવરફ્રન્ટ, પાર્ક, ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વીમીંગ પુલ, યોગા કેન્દ્દો, નોલેજ સેન્ટર્સ, સાયન્સ સેન્ટર, મ્યુઝીયમ, એમ્પી થીયેટર, પ્લેનેટોરીયમ, રાષ્ટ્રીય સ્મારક, આધુનિક ટાઉન હોલ,,પ્રાણી સંગ્રહાલય અને બોટનિકલ ગાર્ડન અને બાલાવાટિકાનો સમાવેશ કરવામાં આવે છે.
..........
-અમિતસિંહ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.