વિસાવદર શહેર મા સવાર થી બપોર સુધીમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યોમોસમનો કુલ 1209મિમિ એટલે કેમોસમનો કુલ 48ઇંચ વરસાદ - At This Time

વિસાવદર શહેર મા સવાર થી બપોર સુધીમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યોમોસમનો કુલ 1209મિમિ એટલે કેમોસમનો કુલ 48ઇંચ વરસાદ


વિસાવદર શહેર મા સવાર થી બપોર સુધીમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યોમોસમનો કુલ 1209મિમિ વરસાદ
વિસાવદર ના શહેરી વિસ્તારમાં આજે સવારથીજ વરુણદેવ દ્વારા પોતાનું હેતવરસાવવાનું ચાલુ કરેલ ત્યારે બપોર બે વાગ્યાં સુધીમાં સાડાપાંચ ઇંચવરસાદ પડતાં વિસાવદર ની બન્ને નદી માઘોડાપૂર આવેલ હતા અને રસ્તાઓ ઉપર પણ જાણેકે નદી ચાલુહોય તેવા દ્રસ્ય જોવા મળેલ હતા ત્યારે વિસાવદર ના સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 1209મિમિ એટલે કે 48ઇંચ વરસાદ થયેલ હતો અસહ્યય ગરમી અને ઉકળાટ બાદવહેલી સવારથીજ બપોર સુધીમા સાડાપાંચ ઇંચ વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદર શહેર માંથી પસાર થતી પોપટડી અને મયારિયો નદીમાં પૂર આવતા લોકોમાં ખુશી જોવા મળેલહતીત્યારેસત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર સતાધાર પાસે આવેલ આંબાજળ ડેમ તેમજ ધ્રાંફડ ડેમ અવરફ્લો થતા બન્ને ડેમના બેબે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે વિસાવદર શહેર ના રસ્તા ઉપર નદીચાલુથયેલ હોય તેવા દ્રસ્યજોવા મળેલ હતા ત્યારે વરસાદ પડતાં જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.