વિંછીયા સરકારી દવાખાનાના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે ડીલેવરી કરતા મૃત્યુ : તત્કાલ પગલા લેવા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી લેખિત રજૂઆત - At This Time

વિંછીયા સરકારી દવાખાનાના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે ડીલેવરી કરતા મૃત્યુ : તત્કાલ પગલા લેવા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી લેખિત રજૂઆત


વિંછીયા સરકારી દવાખાનાના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે ઠીકવાળી ગામના કાજલબેનનું મૃત્યુ થયું હતું. વિછીયા સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર કે ડીલેવરી ના કોઈ સાધનો નથી છતાં બ્રધર્સ નર્સ દ્વારા કાજલબેન નું સિઝેરિયન કરેલું જેમાં આ ડોક્ટર બ્રધર્સની અન આવડતના કારણે બ્લડિંગ શરૂ થયેલ હતું જેના કારણે કાજલબેન નું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ની અંદર પૂરતા સાધનો અને પૂરતા ડોક્ટર ના અભાવના કારણે અનેક દર્દીઓના મૃત્યુ થાય છે, તેમ છતાં આ હોસ્પિટલની અંદર વીંછિયા તાલુકો હોવા છતાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી, ત્યારે ઠીક વાળી ગામના કાજલબેન ના પરિવારજનો એક જ માંગ સાથે સરકારી દવાખાને આવેલા અમે જણાવ્યું હતું કે આ ડોક્ટરોને કોઈ પ્રકારનું જ્ઞાન ન હોય તેમ છતાં સિઝેરિયન કરેલ, અને સિઝેરિયન કર્યા બાદ કેસ ફેલ થયો, તો આ તમામ ડોક્ટર તથા સ્ટાફ ઉપર યુદ્ધના ધોરણે પોલીસ કેસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એવું કાજલબેન ના પતિ એ લેખિતમાં વિછીયા પોલીસ સ્ટેશન, એસપી રાજકોટ તેમજ રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.