બનાસકાંઠા ધો.10 અને 12ના નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા યોજાશે - At This Time

બનાસકાંઠા ધો.10 અને 12ના નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા યોજાશે


પાલનપુર,તા.13બનાસકાંઠામાં આગામી તા.૧૮ જુલાઈથી ત્રણ સેન્ટર  પર ધો.૧૦-૧૨ના નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક
પરીક્ષા યોજાશે. જૂન ૨૦૨૨માં જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ના પરીણામમાં નાપાસ થયેલ
વિદ્યાર્થીઓ માટે  ચાર દિવસીય પૂરક પરીક્ષા
યોજાશે .

ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦  અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાાન પ્રવાહના
ઉમેદવારોની પૂરક પરીક્ષાઓ તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા. ૨૧/૦૭/૨૦૨૨ દરમ્યાન યોજાનાર છે. આ
પરીક્ષાઓ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં નિર્ભયતાથી, આત્મવિશ્વાસ સાથે આપી શકે તે માટે પાલનપુર કલેકટર
કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક
યોજાઇ હતી. જેમાં એસ.એસ.સી. પૂરક પરીક્ષાના ૦૧ કેન્દ્રમાં પ,પ૮૦ પરીક્ષાર્થીઓ અને
એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના ૦૧ કેન્દ્રમાં ૨૦૧૬ જ્યારે એચ.એસ.સી. વિજ્ઞાાન
પ્રવાહના ૦૧ કેન્દ્રમાં ૫૪૮ પરીક્ષાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે. આ જાહેર
પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે જિલ્લામાં એસ.એસ.સી. પૂરક પરીક્ષાના-૦૧ ઝોન, એચ.એસ.સી. સામાન્ય
પ્રવાહ/ વિજ્ઞાાન પ્રવાહના ૦૧ ઝોનની રચના કરવામાં આવી છે. જિલ્લામાં
પરીક્ષાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પરીક્ષાનો ભય દૂર થાય તે માટે
તજજ્ઞાો દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર પણ શરૃ કરવામાં આવ્યા છે.   


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.