‎વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા મંડળ ની બહેનો એ "માવતર ના ઘેર" અંતર્ગત ઉના દેલવાડા ગુપ્ત પ્રયાગ વુધ્ધાશ્રમ ની મુલાકાતે - At This Time

‎વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા મંડળ ની બહેનો એ “માવતર ના ઘેર” અંતર્ગત ઉના દેલવાડા ગુપ્ત પ્રયાગ વુધ્ધાશ્રમ ની મુલાકાતે


‎વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા મંડળ ની બહેનો એ "માવતર ના ઘેર" અંતર્ગત ઉના દેલવાડા ગુપ્ત પ્રયાગ વુધ્ધાશ્રમ ની મુલાકાતે

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંયુક્ત કુટુંબો તુટી રહ્યા છે. જુની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વઘી રહ્યું છે, પરીણામે કુટુંબ સંસ્થા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા મંડળ ની બહેનો માટે, માવતર ના ઘેર કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૪ જાન્યુઆરી ના રોજ બગસરા તાલુકાના જુની હળીયાદ અને નવી હળિયાદ ગામ ના મહિલા મંડળ ની બહેનો ને ઉના તાલુકાના દેલવાડા ગુપ્ત પ્રયાગ વુધ્ધાશ્રમ ની મુલાકાતે લય જવા મા આવેલ જ્યાં વડિલો સાથે સત્સંગ કરી, એક લાગણીસભર પારીવારીક વાતાવરણ ઉભું થયું હતું. આમ લોક સંવેદના જગાડવા માટે નો આ નવતર અભિગમ થી અનેક બહેનો ના જીવન મા હકારાત્મક અભિગમ વિકસે રહ્યો છે, પરીણામે વૈચારિક પરિવર્તન પણ જોવા મળે છે. પારીવારીક ભાવના મજબૂત બનાવવા માટે ના નવતર પ્રયાસ ના સારા પરીણામો જોવા મળી રહ્યા છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર ‌

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image