બાબા સિદ્દીકી હત્યા કેસ, વધુ 5 આરોપીઓની ધરપકડ:તેમાં બે હિસ્ટ્રીશીટર, 25 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર; અત્યાર સુધીમાં 9ની ધરપકડ, 3 ફરાર
NCP (અજિત) જૂથના નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં 18 ઓક્ટોબરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામે મુખ્ય આરોપીઓને હથિયાર અને મદદ કરી હતી. તમામને કોર્ટમાં રજૂ કરીને 25 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓ ફરાર છે. ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ મુખ્ય કાવતરાખોર શુભમ લોંકર અને માસ્ટરમાઇન્ડ મોહમ્મદ જીશાન અખ્તરના સંપર્કમાં હતા. આ બંને હજુ ફરાર છે. અધિકારીએ કહ્યું- આ ધરપકડો રાયગઢ જિલ્લાના પનવેલ, કર્જત અને આસપાસના વિસ્તારોમાંથી કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં નીતિન ગૌતમ સપ્રે (32), સંભાજી કિસન પારધી (44), પ્રદીપ દત્તુ થોમ્બરે (37), ચેતન દિલીપ પારધી અને રામ ફૂલચંદ કનોજિયા (43)નો સમાવેશ થાય છે. સપ્રે ડોમ્બિવલીનો છે. ચેતન-સંભાજી થાણે જિલ્લાના થોમ્બરે, અંબરનાથ અને કનોજિયા રાયગઢના પનવેલના રહેવાસી છે. 12 ઓક્ટોબરની રાત્રે બાબા સિદ્દીકીને તેમના પુત્ર જીશાનની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. ગેંગે બાબાની હત્યાનું કારણ બોલિવૂડ સુપરસ્ટાર સલમાનને જવાબદાર ગણાવ્યું છે. સલમાનને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સપ્રે અને કનોજિયા મોડ્યુલના મુખ્ય સભ્યો
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે નીતિન ગૌતમ સપ્રે અને ફૂલચંદ કનોજિયા આ મોડ્યુલના મુખ્ય સભ્યો છે. સિદ્દીકીની હત્યામાં વપરાયેલા હથિયારો આ મોડ્યુલ દ્વારા જ શૂટરોને આપવામાં આવ્યા હતા. હથિયારોમાં વિદેશી બનાવટની પિસ્તોલ, ટિસાસ-ગ્લોક અને દેશી બનાવટની પિસ્તોલનો પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો ઉત્તર ભારતમાંથી લાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરના મધ્યમાં તેની ડિલીવરૂ કરાઈ હતી. આ મોડ્યુલ શૂટર્સને પૈસા સહીતની મદદ કરતા હતા. ફરાર આરોપી શિવકુમાર ગૌતમ અને ધરપકડ કરાયેલા આરોપી ધરમરાજ કશ્યપ ઓગસ્ટમાં આ મોડ્યુલના સભ્યો સાથે હતા. અધિકારીએ કહ્યું કે મોડ્યુલે શૂટરોને કર્જત (મુંબઈ)માં ગોળીબારની પ્રેક્ટિસ કરવામાં મદદ કરી હતી કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસ હવે આ આરોપીઓના સ્થાનિક નેટવર્કને શોધી રહી છે. નીતિન ગૌતમ સપ્રે એક હિસ્ટ્રીશીટર છે
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ નીતિન ગૌતમ સપ્રે હિસ્ટ્રીશીટર છે. 2015માં હત્યાના કેસમાં સંડોવાયેલો હતો. આ સિવાય તેનું નામ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના કેસમાં પણ છે. સપ્રે અગાઉ પણ જેલમાં જઈ ચૂક્યો છે. ફૂલચંદ કનોજિયા પણ હિસ્ટ્રીશીટર છે. અધિકારીએ કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ પાંચેયનો સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ સાથે કોઈ સંબંધ છે કે નહીં એ પણ તપાસ કરશે. સિદ્દીકીની હત્યા કેસમાં બે મોડ્યુલ સામેલ છે
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અત્યાર સુધીની તપાસમાં બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે મોડ્યુલ સામેલ હોવાનું બહાર આવ્યું છે. તેમના સભ્યો જરૂરિયાત મુજબ કામ કરતા હતા. બંને જૂથના ગ્રાઉન્ડ લેવલના ખુલાસા થયા છે. પોલીસ પણ એક લેવલ ઉપર પહોંચી ગઈ છે, જેમાં શુભમ લોંકર અને જીશાન અખ્તરનો સમાવેશ થાય છે. તેની ધરપકડ બાદ તે આ મોડ્યુલોને હાઈ લેવલ સુધી પહોંચવામાં મદદ કરશે. ફરાર શૂટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર
ધરપકડ કરાયેલા આરોપીઓમાં હિસ્ટ્રીશીટરનો સમાવેશ થાય છે, તેથી પોલીસ તપાસ કરી રહી છે કે શું તેમના પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાદી શકાય છે. અગાઉ પોલીસે ફરાર શૂટર ગૌતમ, કાવતરાખોર શુભમ લોંકર અને માસ્ટરમાઇન્ડ મોહમ્મદ જીશાન અખ્તર સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... સલમાન ખાનને ફરી ધમકીઃ મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો, કહ્યું- બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે બાબા સિદ્દીકીની હત્યાના છ દિવસ બાદ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો છે, જે ધમકીભર્યા મેસેજમાં લખવામાં આવ્યું હતું- આને હળવાશથી ન લો. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.