ધંધુકામાં ત્રણ થી ચાર દિવસથી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા
ધંધુકામાં ત્રણ થી ચાર દિવસથી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા.
અમદાવાદ જિલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમા ત્રણ થી ચાર દિવસથી વરસાદ મન મૂકીને વરસતો જોવા મળ્યો છે તેવામાં ધંધુકા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ સાતમ - આઠમમાં તહેવારમાં ખુબ સારો એવો વરસાદ વર્ષ્યો છે, જન્માષ્ટમીના તહેવારમાં લોકો મેળોનો નહીં પરંતુ ઘરે બેઠા જાણે વરસાદનો આનંદ લઇ રહ્યા હોય તેવા દ્રશ્યો બધી જગ્યાએ જોવા મળ્યા હતા. ધંધુકા શહેરના શાંતિવન સોસાયટી, કોલેજ રોડ, પ્લોટ વિસ્તાર, નાળાના વિસ્તાર, નાની શાક માર્કેટ, કુબાડવાડા, તેમજ અન્ય જગ્યાએ પણ વરસાદના પાણી ભરાયા હતા જેનો કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવ્યો નથી તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. તેમજ ઠેર ઠેર પાણીના ખાડા ભરાયેલ જોવા મળી રહ્યા છે તંત્ર જાણે અજાણ હોય તેમાં વરસાદી પાણી કે ખાડાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. જો આવું ને આવું બનતું રહેશે તો લોકો રોગ ચાળાના ભોગ બનતા રહેશે ને સ્વાસ્થ્યને લગતી બીમારીઓનુ પ્રમાણ વધતું જોવા મળશે તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે. આમ ધંધુકા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે અને ખાડાઓ પુરવામાં આવે જેથી વાહનચાલકોને કોઈ જાનહાની થતા ટાળી શકાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.