ઘરશાળા ખાતે ક્રિકેટ એકેડમી દ્વારા એક મહિના ની વેકેશન ટ્રેનિંગ પુર્ણ - At This Time

ઘરશાળા ખાતે ક્રિકેટ એકેડમી દ્વારા એક મહિના ની વેકેશન ટ્રેનિંગ પુર્ણ


*વઢવાણ ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકડમી દ્વારા એક મહિના ની વેકેશન ટ્રેનિંગ પુર્ણ*

ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકેડમી દ્વારા ક્રિકેટ ની એક મહિના ની વેકેશન ટ્રેનિંગ નું આયોજન થયું હતું. જેમાં 75જેવા સ્ટુડન્ટ્સ એ ભાગ લીધો હતો. કોચ રમેશભાઈ પાઠક દ્વારા તાલીમ પામેલ બાળકો માંથી બે દીકરીઓ ડિસ્ટ્રિક્ટ લેવલે અન્ડર 15 માં સિલેક્ટ થયેલ છે. જ્યારે ત્રણ વિદ્યાર્થી ઓ અન્ડર 19 માં સિલેક્ટ થઈ ડિસ્ટ્રિક્ટ લેવલે રમી ને એકેડમી નું નામ જિલ્લા લેવલે રોશન કર્યું છે. વઢવાણ કેળવણી મંડળ દ્વારા ક્રિષ્ના ક્રિકેટ એકેડમી માં આવનાર દિવસો માં અનેક નવી સુવિધા ઉપલબ્ધ થશે. આજે તાલીમાર્થી ઓ ને સર્ટિફિકેટ અને ટીશર્ટ આપવામાં આવ્યા. આ પ્રસંગે મંત્રી રતિલાલ ભાઈ, સુનિલભાઈ મહેતા, તૃપ્તિ બેન શુક્લ, વિક્રમભાઈ દવે અને યોગેશ ભાઈ સાથે કોચ રમેશભાઈ પાઠક સહિત મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ અને વાલીઓ હાજર હતાં.
*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.