માળિયા પીજીવીસીએલ કચેરી ખાતે ચાલતા ખેડુત અનશન આદોલન ઉગ્ર બન્યુ
માળીયા હાટીના કાંલિભડા ગામે ખેતી ની જમીન ધરાવતા ખેડુત વરસીંગભાઇ માકડીયા એ 2018 માં વિજ જોડાણ માટે અરજી કરી હતી આજદિન સુધી ખેડુતને વિજ જોડાણ ન મળતા અને પીજીવીસીએલ કંપની દ્વારા જુની માંગ મુજબ વિજ જોડાણ ન મળતા ખેડૂતે અનશન ઉપવાસ શરૂ કર્યા હતા અનશન ઉપવાસ ના ત્રીજા દિવસે ખેડુત અનશન ઉપવાસ ઉગ્ર બન્યુ હતુ આમ આદમી પાટીઁઁ ના ઉમેદવાર પિયૂષ પરમાર એ અનશન છાવણી ની મુલાકાત લઈને સમર્થન જાહેર કર્યું હતુ સાથે આગામી દિવસોમાં યોગ્ય નહી થાઇ તો આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તેમજ ધારાસભ્ય પ્રતિનિધિ રમેશભાઈ વાજા એ મુલાકાત લઇને યોગ્ય કરવા રજૂઆત કરી હતી, સાથે સાથે ખેડુત આગેવાનો ,દિલિપભાઈ વિાળા, જગદીશભાઇ ખાણીયા,ભરત સોંદરવા, સુરજ માકડીયા, સહિતે માળીયા મામલદાર ને આવેદનપત્ર પાઠવી તત્કાલિન યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી
અને ખેડૂતો એ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે અનશન ઉપર બેસેલ ખેડુતને કાઈ પણ થયુ તો પીજીવીસીએલ કંપની ની જવાબદારી રહેશે તેવુ જણાવ્યુ હતું
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.