થાનગઢ ખનીજ માફીયાઓ સામે મજુરોના મોત બાબતે ગુનો નોંધવામા આવે! આમ આદમી પાર્ટી
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા કલેક્ટરે આપી બાહેધરી જયા ખનીજ ચોરી થતી હશે ત્યાં તેઓની ટીમ ત્રાટકશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન ખનીજ ખનનમા અને ખાસ થાનગઢ કોલસાની ખાણમાં મજુરોના મોત નો આંકડો વધતો જાય છે અને તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ મુલાકાત લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેમ જણાવ્યું હતું આથી ખનીજ માફીયાઓ છુમંતર થયા છે આગેવાનોએ આ બાબતે શ્રમિકોના મોત બાબતે ફરીયાદી બનવાનો પણ કલેક્ટરને જણાવેલ હતું છેલ્લા અઠવાડિયામાં સતત ત્રણ બનાવો કોલસાની ખાણોમા અકસ્માતના બનેલા તેમાં પાંચ મજુરોના મોત થયેલા ત્યારે આજદિન સુધી ફકત એક મોતનો જ ગુનો દાખલ કરવામાં આવેલ હોય અન્ય ગુનાઓ દાખલ થયેલ નથી શા માંટે? તેના જવાબમાં કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે એ ગુના ટુક સમયમાં દાખલ થશે જ આ મુદે આમ આદમી પાર્ટી આક્રમક બની લડત આપવા સજ્જ બની આગળ આવી છે ત્યારે રાજકીય હલચલ મચી જવા પામી છે અને ખનીજ માફીયાઓને છાવરતા રાજકીય આગેવાનો હાલ ભુગર્ભ માં ઉતરી ગયા છે હવે જોવાનુ રહ્યું કે આ મોત ના મુદે કયા રાજકીય આગેવાનો કે ધારાસભ્ય નો ભોગ લેવાય તે જોવાનું રહ્યું છે આ બાબતે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજુઆત કરી આ બાબતે સી.આઈ.ડી ને તપાસ સોપવામાં આવે તેવી માગ કરી છે થાનગઢ માનવસર્જિત દુર્ઘટનાઓ મુદ્દે ગઈકાલે જાગૃત નાગરિકનું એક ડેલિગેશન કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યું જ્યાં અમૃત મકવાણાની ધારદાર રજૂઆત બાદ કલેકટરનું નિવેદન સામે આવ્યું કોઈ પણ ખનીજ ચોરીની માહિતી આપશે તો અમારી ટીમ ચેકીંગ હાથ ધરશે.! એ ઉપરાંત એક અઠવાડિયા પછી અમૃત મકવાણા જે માહિતી આપશે ત્યાં એમની સાથે ટીમ મોકલવાની પણ હાલ ખાત્રી આપવામાં આવી છે.! અહીંયા સવાલ એ છે કે હાલ સેટેલાઈટથી જે દ્રશ્યો દેખાય રહ્યા છે તેના આધારે તપાસ કેમ ન થાય? શું કલેકટર સાહેબે જે ખાત્રી આપી છે એ મુજબ જ્યારે જાગૃત નાગરિક ખનીજ ચોરીની સ્થળ સહિતની માહિતી આપશે તો પોતાના અધ્યક્ષ સ્થાને પ્રમાણિકતાથી તપાસ કરાવશે કે ભૂમાફિયાઓ ની રાજકીય વગ સામે લાચાર બની જશે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.