ચિત્તલ માં 93 મો નેત્ર યજ્ઞ અને વિહિપ ની ટીમ નું સન્માન સમારોહ  યોજાઈ ગયો - At This Time

ચિત્તલ માં 93 મો નેત્ર યજ્ઞ અને વિહિપ ની ટીમ નું સન્માન સમારોહ  યોજાઈ ગયો


ચિત્તલ માં 93 મો નેત્ર યજ્ઞ અને વિહિપ ની ટીમ નું સન્માન સમારોહ  યોજાઈ ગયો 

ચિત્તલ માં 93 મો નેત્રયજ્ઞ અને વિહિપ ની ટીમ નું સન્માન સમારોહ યોજાઈ ગયો
સંત રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ પરમાર અને પંચાલ પરિવાર ના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે સેવા ભાવિ ડો. પી.પી.પંચાલ સાહેબના અધ્યક્ષ સ્થાનમાં 93 મા નેત્રદાન કેમ્પ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ની નવ નિયુક્ત જિલ્લા ટીમ નો સન્માન સમારોહ યોજાઈ ગયો જેનું ઉદઘાટન ,પુ. સ્વામિ મદનમોહન સ્વામિનારાયણ ગુરુકુળ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ,જાનકીબેન ગઢવી, ખોડલ ધામ સમાધાન પંચ ના મનુભાઈ દેસાઈ,અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઇ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર ,પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ દેસાઈ, બટુકભાઈ પરમાર, ઉપ સરપંચ રઘુભાઈ સહિત અગ્રણી ઉપસ્થિત રહેલ વિવિધ અગ્રણી અને સંસ્થા દ્વારા ઇતેશભાઈ મહેતા, રશ્મિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ રાજ્યગુરુ,વિદુરભાઈ ડાબસરા, શેજલબેન સાગાણી, તેમજ પ્રકાશભાઈ મેહતા નું સન્માન કરવામાં આવેલ
નેત્ર નિદાન કેમ્પમાં 104 દર્દીઓએ લાભ લીધેલ જેમાં 36 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ આ કેમ્પનું સુંદર સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ કરેલ જ્યારે સફળ બનાવવા માટે સંયોજક દિનેશભાઈ મેશિયા, બીપીનભાઈ દવે, રાજેશભાઈ ધાનાણી, જીતુભાઈ વાઘેલા છગનભાઈ દેસાઈ, ખોડાભાઈ ધંધુકિયા ઉકાભાઈ દેસાઈ, સવજીભાઈ વાઘેલા, કાળુંભાઈ, કિશોરભાઈ, વગેરે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.