લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
એન.એસ.એસ.અંતર્ગત તારીખ 8 /7/ 2024 ના રોજ "એક વૃક્ષ માતાના "નામે અભિયાન અંતર્ગત તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ "મનની વાત"ને ધ્યાનમાં રાખીને બોટાદ ના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ના કેમ્પસ માં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ તથા એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી.ભાઈ ભાવનગરિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.