બાયડ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વાત્રક ખસેડવાના નિર્ણયને સ્થગિત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.
સાબરકાંઠા,અરવલ્લીના સાંસદ અને રાજ્યસભાના સાંસદની બાયડ મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરી મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત. સાબરકાઠા, અરવલ્લી ના સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા એ બાયડમાં આવેલી મામલતદાર કચેરી અને બાયડ તાલુકા પંચાયત કચેરી જે વાત્રક ખસેડવાના નિર્ણયને સ્થગિત રાખવા અને બાયડમાં જ મામલતદાર કચેરી અને બાયડ તાલુકા પંચાયત કચેરી નું નવું નિર્માણ થાય એ સંદર્ભે મુખ્યમંત્રીને લેખિત અને રૂબરૂ મળી ને રજુઆત કરી હતી. બાયડ તાલુકાના હજારો લોકોને તકલીફ ના પડે અને બાયડમાં જ ગ્રામજનોને બધી સગવડ મળી રહે તે ઉદ્દેશથી રજૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત વખતે સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા,રાજ્યસભા ના સાંસદ રમીલાબેન બારા બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ સોઢા,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, અદેસિંહ ચૌહાણ,કમલેશભાઈ પટેલ વગેરે મળી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.