લીબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગે ગુલાબજાંબુ ખાવાથી ઝાડા ઉલ્ટીની અસર થતાં દોડધામ મચી હતી.
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં તમામને સારવાર માટે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તમામ લોકો હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકોને જ વધારે અસર થઈ છે હાલ બધા ની તબિયત સુધારા પર છે સુરેન્દ્રનગરના લીબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગે ગુલાબજાંબુ ખાવાથી 30થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતાં દોડધામ મચી ગઈ હતી બાદમાં તમામને સારવાર અર્થે લીંબડીના રાણાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા હાલમાં આકરા ઉનાળા વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે એવામાં તાજેતરમાં પાટડીમાં બરફના ગોલા અને કેરીનો રસ ખાવાના લીધે 25થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થતાં તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં લીબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગે ગુલાબજાંબુ ખાવાથી 30થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતાં દોડધામ મચી હતી આ ઘટનાના પગલે બિમાર લોકોના પરિવારજનોમાં પણ દોડધામ મચી હતી જેમાં મોટાભાગે નાના બાળકોને અસર થઇ હતી મોટા ભાગના દર્દીઓ 15 વર્ષથી નીચેના દર્દીઓ હતા જેમને તાકીદે હોસ્પિટલમાં લઈ જઈ દવા, ઈન્જેકશન અને બાટલા ચઢાવવામાં આવ્યા હતા હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.