ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમને આવકારતાં નાગરિકો - સેવા સેતુ કાર્યક્રમનાં માધ્યમથી સરકારી સેવાઓનો લાભ લેવો વધુ સરળ બન્યો : જશુભાઈ વાઢેર - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમને આવકારતાં નાગરિકો ———– સેવા સેતુ કાર્યક્રમનાં માધ્યમથી સરકારી સેવાઓનો લાભ લેવો વધુ સરળ બન્યો : જશુભાઈ વાઢેર


ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમને આવકારતાં નાગરિકો
-----------
સેવા સેતુ કાર્યક્રમનાં માધ્યમથી સરકારી સેવાઓનો લાભ લેવો વધુ સરળ બન્યો
: જશુભાઈ વાઢેર
------------
ગીર સોમનાથ, તા.૧૯ : ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકો સરકારની વિવિધ યોજનાઓ અને સેવાનો લાભ તેના નજીકના સ્થળ પરથી સરળતાથી મેળવી શકે તે માટે જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના લોકોએ સેવાસેતુ કાર્યક્રમને આવકાર્યો હતો અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

લોઢવા ગામનાં અગ્રણી જશુભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, સેવાસેતુના દસમાં તબક્કાનો કાર્યક્રમ છે. જેના લીધે લોકોને તેમના નજીકનાં સ્થળ પરથી વિવિધ સેવાઓનો લાભ અને નિરાકરણ એક જ દિવસે મળી રહે છે.

આવી સુનિયોજીત વ્યવસ્થાના કારણે નાગરિકોને ક્યાંય દૂર જવું પડતું નથી. જેનાથી લોકોનાં સમય અને નાણાંનો બચાવ થાય છે. તમામ સંબંધિત વિભાગનાં કર્મચારીઓ પણ અરજદારોની અરજીઓ સાંજ સુધીમાં નિકાલ થઈ શકે તે દિશામાં હકારાત્મક વલણ રાખી અને ઝડપથી નિકાલ થાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.

સેવાસેતુના કાર્યક્રમના માધ્યમ થકી છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ સેવાઓ તેમના નજીકના સ્થળ ઉપર આપવાનાં સરકાર સેવાકીય અભિગમ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામનાં સરપંચ શ્રી પ્રવીણભાઈ વાજાએ લોઢવા ખાતેનો સેવા સેતુ કાર્યક્રમ આસપાસના ૧૬ ગામો માટે લોકોપયોગી બની રહ્યો છે. તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.