લખતર તાલુકાના ઘણાદથી મોઢવાણા તરફ જતી ડી.4 કેનાલ છલકાતા હજારો વિઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યા - At This Time

લખતર તાલુકાના ઘણાદથી મોઢવાણા તરફ જતી ડી.4 કેનાલ છલકાતા હજારો વિઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યા


લખતર તાલુકાના ઘણાદથી મોઢવાણા તરફ જતી ડી.4 કેનાલ છલકાતા હજારો વિઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યાસુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ શંકર દ્વારા આપવામાં આવેલ સૂચનાનો કોઈ અમલ નહિ
હાલ સમગ્ર વિશ્વમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી સમગ્ર વિશ્વમાં પીવાના પાણીના સ્ત્રોત દિવસેનેદિવસે ઘટતા જાય છે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લખતર તાલુકામાં સરકાર દ્વારા અબજોના ખર્ચે પહોંચાડેલ નર્મદાના નીરનો વેડફાટ થઈ રહ્યો છે ગઈકાલે લખતર તાલુકાના અણીયારી ભાથરીયા દેવળીયા વચ્ચેથી પસાર થતી એલડીએસ 2 કેનાલ રીપેર કરાયા વગર પાણી છોડતા પાણીનો વેડફાટ થયો હતો આજે લખતર તાલુકાના ઘણાદ મોઢવાણા ડી.4 કેનાલ ઘણાદ ગામની સીમમાં આવેલ પંકજભાઈના ખેતર પાસે છલકાઈ જતા હજારો વિઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળતા ખેતરમાં વાવેલ પાકને નુકશાન પહોંચવા સાથે હજારો ગેલન પાણી ઉપયોગ થયા વગર વેડફાઈ ગયુ હતુ ત્યારે લખતર ગામ સહિત તાલુકાના ગામડાઓમાં નર્મદાનો સતત વેડફાટ થતો હોવાનો ઘાટ સર્જાવા પામ્યો છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.