મહિસાગર : સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે બોગસ તબીબ મહિસાગર એસ.ઓ.જી પોલીસે રંગે હાથે ઝડપી પાડયો
મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે બોગસ તબીબ મહિસાગર એસ.ઓ.જી પોલીસે રંગે હાથે ઝડપી પાડયો
મહીસાગર જિલ્લા માં બનીબેઠેલ ઝોલાછાપ બોગસ તબીબો નું સામ્રાજય જોવાં મળે છે, ગામડાઓ માં આદિવાસી વિસ્તારોમાં ઝોલાછાપ બોગસ વ્યક્તિ ઓ ગેરકાયદેસર રીતે તબીબી વ્યવસાય કરીને બિચારી ગરીબ ભોળી પ્રજાને છેતરી તેમના આરોગ્ય સાથે ચેડાં કરતાં જોવા મળે છે.
ગોધરા રેન્જ આઈજીપી ને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી મહીસાગર ને બોગસ તબીબો સંબંધી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતાં મહીસાગર જિલ્લા ની એસ ઓ જી પોલીસ ને મળેલ બાતમીના આધારે એસ ઓ જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી ખાંટ ને તેમની ટીમ નાં સ્ટાફ કીર્તિપાલસિહ, દેવેન્દ્ર સિહ, પંકજભાઈ, અક્ષયભાઈ, નરેશભાઈ અને વિજયભાઈ ને સાથે રાખીને નાની ભુગેડી ગામે મૂળ પશ્ચિમ બંગાળ નો પ્રદિપ સુબતકુમાર નલિનકાંતી બિસવાસ જે વગર તબીબી સર્ટીફીકેટ થી તબીબી પ્રેક્ટિસ કરતા પોલીસ ના હાથે ઝડપાઇ જવા પામ્યો છે.
એસ.ઓ.જી પોલીસે આ બનાવમાં વિવિધ પ્રકારની દવાઓ નો જથ્થો પણ આ બોગસ તબીબ પાસેથી ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ છે.ને આ બોગસ તબીબ ની સામે કાયદેસરનો ગુનો સંતરામપુર પોલીસ મથકે નોંધી ને આરોપી બોગસ તબીબ ની અટક કરેલ છે.
મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ આ નાનીભુગેડી માં ઝડપાયેલ બોગસ તબીબ ની ધટના માં ઉધતુ ઝડપાયેલ જોવાં મળે છે.
મહીસાગર જીલલામા જેતે વિસ્તારમાં સી.એચ.સી.પી.એચ઼સી હોયછે અને આરોગય નો સ્ટાફ પણ છે ને આ સ્ટાફ ગામડાઓમાં પણ જાય છે તેમ છતાં પણ આવાં ઝોલાછાપ બોગસ તબીબ ની જાણ તેઓને કેમ થતી નથી તે પણ એક તપાસ માંગી લે તેમ છે???
જીલ્લામાં આરોગય વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓમાં આ સંદર્ભ માં ચકાસણી કરાવે તે જરૂરી હોઈ ને બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા આવાં ઝોલાછાપ ડોક્ટર ને અટકાવવા ની ને તેમને શેધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ની જીલ્લા અઃરોગય વિભાગ ની જવાબદારી ને ફરજ હોવા છતાં મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ દ્વારા કેમ કોઈ કાયૅવાહી કરાતી નથી તે એક ચચૉનો વિષય બનેલ છે.
મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ તેની નિંદર ત્યજી ને બોગસ તબીબો નો ધીકતો બોગસ ધંધો બંધ કરાવવામાં સક્રિયતા દાખવશે ખરું ?
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.