માન.શ્રી કલેકટર સાહેબ,ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા માન.શ્રીનિવાસી અધિક કલેકટર સાહેબ, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ અને માન.પ્રાંત અધિકારીશ્રી, વેરાવળની સુચનાથી તા.ર૬/૦પ/ર૦ર૪ નાં રોજ - At This Time

માન.શ્રી કલેકટર સાહેબ,ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા માન.શ્રીનિવાસી અધિક કલેકટર સાહેબ, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ અને માન.પ્રાંત અધિકારીશ્રી, વેરાવળની સુચનાથી તા.ર૬/૦પ/ર૦ર૪ નાં રોજ


માન.શ્રી કલેકટર સાહેબ,ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા માન.શ્રીનિવાસી અધિક કલેકટર સાહેબ, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ અને માન.પ્રાંત અધિકારીશ્રી, વેરાવળની સુચનાથી તા.ર૬/૦પ/ર૦ર૪ નાં રોજ ફોનિકસ સિનેમા, ડાભોરની મામલતદારશ્રી, વેરાવળ (ગ્રામ્ય) તથા તેમની ટીમ ધ્વારા તપાસણી કરતાં સદરહુ સિનેમાને તા.૧પ/૦૪/ર૦રપ સુધી રીન્યુ થયેલ ફાયર સેફટી અંગેનું સર્ટીફીકેટ ૧પ-દિવસમાં સિનેમા બિલ્ડીંગમાં જોકી પંપ મુકવાની શરત રીઝનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસ, ભાવનગર ધ્વારા આપવામાં આવેલ. પરંતુ સ્થળ ખરાઈ દરમ્યાન જોકી પંપ રીપેરીંગમાં હોવાથી બિલ્ડીંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગત કન્ટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય ઉપરાંત ફાયર પંપ લગાવેલ ન હોય, પંપની પેનલ તથા સિનેમાની મેઈન પેનલ એકજ સાથે આવેલ હોય, ફાયર આલાર્મ બંધ હાલતમાં હોય, ફાયરના ઉપકરણોને ચલાવવા બાબત સ્ટાફ તાલીમબધ્ધ ન હોય, દરેક ફલોર ઉપર આપત્તી સમયે બહાર નિકળવા માટે કોઈ ઈવેકયુશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હોય, લીફટમાં મેઈનટેનન્સ માટે સેફટી જોગવાઈઓની આધિન કોઈ પ્રમાણપત્ર ન હોય, ડિઝલ જનરેટર સેટમાં અર્થિગ યોગ્ય રીતે આપવામાં આવેલ ન હોય તેમજ સાંચી એન્ટરટેલઈનમેન્ટ વિડીયો સિનેમા,તાંતીવેલા ધ્વારા સક્ષામ સતાધિકારીનું ફાયર સેફટી અંગેનું એન.ઓ.સી. રજુ થયેલ ન હોય, આજરોજ તા.ર૬/૦પ/ર૦ર૪ નાં રોજ મામલતદારશ્રી, વેરાવળ (ગ્રામ્ય) તથા તેમની ટીમ ધ્વારા ઉકત બન્ને સિનેમાને સીલ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.