બરવાળા તાલુકામાં વિવિધ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકો સાથે મતદાન જાગૃતિ સંવાદ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી 2024
બોટાદ જિલ્લો
બરવાળા તાલુકામાં વિવિધ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકો સાથે મતદાન જાગૃતિ સંવાદ યોજાયો
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. 7મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે.બોટાદ જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે જે અન્વયે બરવાળા તાલુકાના બેલા ગામ ખાતે વિવિધ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકો સાથે તાલુકા વિકાસ અધિકારી રાજપૂતની આગેવાની તેમજ નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર,નરેગા શ્રી ભરતસિંહ ગોહિલના વડપણ હેઠળ શ્રમિકો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રમિક ઉપસ્થિત રહ્યા હતા અને તમામને અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.