નેત્રંગ ટાઉનમાં આયોજીત ગરબા મહોત્સવમાં ધારાસભ્યની હાજરી આકર્ષકનું કેન્દ્ર બની. - At This Time

નેત્રંગ ટાઉનમાં આયોજીત ગરબા મહોત્સવમાં ધારાસભ્યની હાજરી આકર્ષકનું કેન્દ્ર બની.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ,
એટ ધીસ ટાઇમ

ભારતીય સંસ્કૃતિમાં આધ્યશક્તિ માં અંબેના પર્વ નવરાત્રીની વિશેષ મહત્વ હોય છે.નવ દિવસ રાત્રીમાં ખેલૈયાઓ મન મુકીને રાસ-ગરબા રમતા હોય છે.દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.જેમાં નેત્રંગ તાલુકા મથકના જીનબજાર,જવાહર બજાર,ગાંધીબજાર ખાતે આવેલ માઈ મંડળ અને હષઁદનગરમાં ચાલતા નવરાત્રી મહોત્સવની ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા મુલાકાત કરી આયોજક મંડળના સભ્યો અને માં અંબેના ફુલહાર અર્પણ કર આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારે ઠેર-ઠેર ધારાસભ્ય રિતેશભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું.ઇતિહાસમાં પ્રથમવાર ધારાસભ્ય તરીકે રિતેશભાઇ વસાવા ગરબા મહોત્સવની મુલાકાત લેતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઉલ્લેખનીય છે કે,ઝઘડીયા વિધાનસભામાં આઝાદી પછી પ્રથમવાર રિતેશભાઇ વસાવાના નામે ભાજપનું કમળ ખિલ્યું છે.ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની ભારે લોકચાહના છે.ધારાસભ્યની સાદગી અને સામાન્ય જનમાણસની હરીમળી જવાથી યુવા આગેવાનો ઉપર પકડ વધુ મજબુત બનાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.