બોલીવુડ અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શન કર્યા
રાજસ્થાનના માવલ ખાતે ફિલ્મ શૂટિંગ વચ્ચે માં અંબાના દર્શન કર્યા
90ના દાયકાની બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા.તેઓ હાલમાં રાજસ્થાનમાં તેમની નવી ફિલ્મ 'જટાધારા'નું શૂટિંગ કરી રહ્યા છે.શિલ્પા શિરોડકર સહ-કલાકાર રવિ અરોરા સાથે મંગળવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અભિનેત્રીએ અંબાજી મંદિર પરિસરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર, માતાજીની ગાદી અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા હતા. વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન કર્યા. અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી શિવ પૂજા પણ કરી હતી.શિલ્પા શિરોડકરે મંદિર ટ્રસ્ટ અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે અંબાજી મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શિરોડકરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અનિલ કપૂર, સૈફ અલી ખાન અને સુનિલ શેટ્ટી જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે.
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે
