કોઠારીયાના દૂધના ધંધાર્થી પાસેથી 18.50 લાખના 87 લાખ પડાવનાર પાંચ વ્યાજખોરની ધરપકડ - At This Time

કોઠારીયાના દૂધના ધંધાર્થી પાસેથી 18.50 લાખના 87 લાખ પડાવનાર પાંચ વ્યાજખોરની ધરપકડ


વ્યાજખોરીએ રાજકોટને બાનમાં લીધું હોય તેમ પ્રતિદિન એક બનાવ સામે આવી રહ્યો છે. વધું એક બનાવમાં ગાયોનો તબેલો ધરાવતા દૂધના ધંધાર્થી યુવાને વ્યાજે લીધેલા 18.50 લાખની સામે અધધધ 87 લાખ ચૂકવી દીધા છતાં પાંચ શખ્સોએ વધુને વધુ વ્યાજ માંગી ધમકી આપી બળજબરીથી નાણા કઢાવી લેત્તા અંતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પાંચેય વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં મૂળ ન્યારાના વતની અને કોઠારીયામાં રામેશ્વર ગોલ્ડ સોસાયટીમાં રહેતાં કલ્પેશભાઈ પીપળીયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિવેક ચાવડા (રહે. ગીતાનગર), મહેશ મુંધવા, રવિ હુંબલ, યુસુફ કુરેશી અને સંદીપ ઉર્ફે લાલાનું નામ આપતાં આજીડેમ પોલીસે આરોપી વિરૂદ્ધ મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી..
વધુમાં ફરિયાદિએ જણાવાયુ છે કે, તે પડધરીના ન્યારા ગામના અને લાપાસરી રોડ પર તબેલો ધરાવી દૂધનો લાપાસરી રોડ પર તબેલો ધરાવી દૂધનો વેપાર કરે છે. વર્ષ 2019માં કોરોના કાળમાં તેના પિતા નાગજીભાઈ (ઉ.વ.65), માતા કાંતાબેન (ઉ.વ.62) અને નાનાભાઈ આશિષને કોરોના થતાં હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતાં. ત્યારે પૈસાની જરૂરિયાત ઉભી થતાં વિવેક ચાવડા પાસેથી 20 ટકા લેખે રૂ.11 લાખ વ્યાજે લીધા હતાં. જેનું તે દર મહિને રૂ.2.20 લાખ મળી કુલ રૂ. 46.20 લાખ વ્યાજ ચૂકવ્યું હતું.
વ્યાજ દેવામાં મોડુ થતા તેનીં પેનલ્ટી પેટે રૂ.14 લાખ મળી કુલ રૂ.60.20 લાખ આરોપીને ચૂકવ્યા હતાં. વ્યાજની ઉઘરાણીની ભરપાઈ માટે તેના ભાઈ આશિષે પણ વિવેક પાસેથી 20 ટકા લેખે રૂ. 7.50 લાખ લીધા હતા. જેમાંથી તેણે કલ્પેશભાઈના વ્યાજની રકમ ભરપાઈ કરી હતી. તેમજ આશિષે દર મહિને દોઢ લાખ લેખે કુલ રૂ. 27 લાખ ચૂકવ્યા હતાં. તેમ છતાં વ્યાજખોર વિવેક અને મહેશ મુંધવા કલ્પેશ પાસે વ્યાજ અને મૂડીના રૂ.55 લાખની અને તેના ભાઈ પાસેથી રૂ.15 લાખ મળી બંને પાસેથી કુલ રૂ. 70 લાખની પઠાણી ઉઘરાણી કરતા હતા. એટલું જ નહીં બંને આરોપીઓએ આશિષને એક સ્થળે કારમાં બેસાડી ધમકી આપી રૂ. અઢી લાખ બળજબરીથી કઢાવી લીધા હતાં.
ત્યારબાદ પરમદિવસે સાંજે આરોપી વિવેક, રવિ અને યુસુફે તેના તબેલે જઈ ગાળો દઈ, ધમકી આપી તબેલામાં રહેલી ગાયો ભરી જવાની ધમકી આપી જતા રહ્યા હતાં. જ્યારે વિવેકના મોટાબાપુના દિકરા આરોપી સંદીપ ઉર્ફે લાલાએ તેને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ એચ.વી. મારવાણીયા અને ટીમે પાંચેય વ્યાજખોરોની ધરપકડ કરી વધું કોઈ આ વ્યાજખોરોના ભોગ બન્યા છે કે નહીં તે અંગે વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.