**નવા “વકફ એમેડમેન્ટ બીલ” વાંધા/સુચનો બાબતે અસલમભાઇ સાયકલવાળાએ રાજય વકફ બોર્ડ અધ્યક્ષને પત્ર લખ્યો “**
**નવા “વકફ એમેડમેન્ટ બીલ"બાબતે અસલમભાઇ સાયકલવાળાએ રાજય વકફ બોર્ડ અધ્યક્ષને પત્ર લખ્યો "**
શ્રી ડો. મોહસીન લોખંડવાલા, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર.
સ્નેહીશ્રી,
હાલ રાજ્ય/દેશમાં વકફ કાયદો શું છે? એ આપ સારી રીતે જાણતા જ હશો.આ વકફ કાયદો કેન્દ્રની ભાજપ સરકાર જળમૂળ થી બદલાવ માંગે છે જેનાં માટે ભાજપ સરકાર દ્વારા સંસદમાં "વકફ એમેડમેન્ટ બીલ" રજુ કરવામાં આવેલ પરંતુ વિપક્ષ પાર્ટીના સાંસદશ્રીઓનાં ઉગ્ર વિરોધનાં કારણે સરકારને સદર “વકફ એમેડમેન્ટ બીલ" સાંસદશ્રી જગદંબિકા પાલનાં નેતૃત્વમાં બનાવવામાં આવેલ લોકસભા/રાજ્યસભાનાં સાંસદશ્રીઓની જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) સમક્ષ વધુ વિચારણા માટે મોકલવાની ફરજ પડેલ.જેપીસી દ્વારા દેશનાં નાગરિકો પાસે "વકફ એમેડમેન્ટ બીલ" સંદર્ભે વાંધા/સૂચનો માંગવામાં આવેલ જે બાબતે સમગ્ર દેશ માંથી કરોડો લોકોએ એમનાં વાંધા/સૂચનો રૂબરૂ/ ઈમેલ મારફત રજુ કર્યા છે.
નવા “વકફ એમેડમેન્ટ બીલ" નાં કારણે સરકાર સીધા ઈસ્લામ ધર્મનાં નીતિ નિયમમાં દખલ કરવા માંગે છે જે બાબતે ગુજરાત સહિત સમગ્ર દેશનાં મુસ્લિમ સમાજમાં ઉગ્ર વિરોધ છે જેનાથી આપ વિદિત છો.આપ પોતે "ઈસ્લામ ધર્મ" અનુસરો છો.
આપશ્રી પાસે એટલી જ અપેક્ષા રાખુ છું કે,“વકફ એમેડમેન્ટ બીલ" બાબતે આવતીકાલ તા. ૨૭/૯/૨૦૨૪ નાં રોજ અમદાવાદ ખાતે જેપીસી રૂબરૂ પધારવાની હોય ત્યારે આપશ્રી ગુજરાત રાજ્ય વકફ બોર્ડનાં અધ્યક્ષ પદે કાર્યરત હોવાથી સંપૂર્ણ જવાબદારી પૂર્વક આપ જેપીસી સમક્ષ વકફ માટે "ઇસ્લામ ધર્મ" નાં નીતિ નિયમને અનુસરી લેખિત રજુઆત કરશો આવી બાબતમાં કોઈ રાજકીય દબાણમાં ભાજપનાં નીતિ નિયમને નહીં અનુસરો એવી વિનંતી છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.