રાજય બહાર અજમેર-દિલ્હી પાંચ દિવસીય શૈક્ષણિક પ્રવાસ લાકડિયા કુમાર પ્રાથમિક શાળા ખાતેથી યોજાયો - At This Time

રાજય બહાર અજમેર-દિલ્હી પાંચ દિવસીય શૈક્ષણિક પ્રવાસ લાકડિયા કુમાર પ્રાથમિક શાળા ખાતેથી યોજાયો


ભચાઉ તાલુકા ની લાકડિયા ગ્રૂપ શાળા છેલ્લા દસેક વર્ષોથી સતત શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કરે છે. કોરોના કાળને બાદ કરતા સમગ્ર કચ્છ, દ્વારકા-સોમનાથ-જૂનાગઢ-સૌરાષ્ટ્ર-મધ્યગુજરાત, અમદાવાદ-ગાંધીનગર સહિત દીવ, આબુ-અમ્બાજી તેમજ સાપુતારા સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ યોજેલ છે. ચાલુ વર્ષે ભારતની રાજધાની દિલ્હીનો શૈક્ષણિક પ્રવાસ યોજ્વામાં આવ્યો.
ભારતીય રેલવેની મદદ સાથે ૨૫ ફેબ્રુઆરી૨૦૨૩થી શરુ થયેલ પ્રવાસ સૌ પ્રથમ અજમેર પહોચ્યો જ્યા ખ્વાજા ગરીબે નવાજ મોઇનુદ્દિન ચિસ્તીની દરગાહ બાદ, આના સાગર અને ઢાઈ દિન કા ઝોંપડા વગરે સ્થળ બતાવવામાં આવ્યા. ત્યાથી ફરી પાછા રેલવે મારફતે મોડી સાંજે દિલ્હી પહોચ્યા. જ્યા માન્યવર બાબુભાઈ શાહ પૂર્વ નાણાપ્રધાન અને માજી સાંસદ સાહેબ દ્વારા નિવાસ્થાન ઉતારાની વ્યવસ્થા મણિનગર-દિલ્હી શ્રી સ્વામિનારાયણ મંદિર સેવાશ્રમ ખાતે કરવામા આવી, માનનીય વસંતભાઈ પંચાલ સાહેબ તેમજ ધનજીભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બીજા દિવસનો પ્રવાસ શરુ થયો.. મેટ્રો ટ્રેનની સુહાની સફર સાથે લાલકિલ્લા, ઈંડિયા ગેટ, કુતુબ મીનાર, રાષ્ટ્રપતિ ભવન, લોટ્સ ટેમ્પલ, ચાંદની ચોક, અક્ષરધામ,રાજઘાટ, સહિતના ઐતિહાસિક સ્થળો જોયા.
માનનીય સાંસદ શ્રી કચ્છ-વિનોદભાઈ ચાવડા સાહેબના સહયોગ થકી સંસદ ભવનમાં પ્રવેશ મળી શક્યો હતો. પબ્લિક પ્રોસિક્યુટર મા. પ્રવીણચંદ્ર વી. વાણિયા અને અંગત સચિવ મા. રવિભાઈ સાહેબના પ્રત્યક્ષ સહકારથી લોકસભા ગૃહ, રાજય્સભા ગૃહ અને સયુંક્ત સદન જોવાનો લહાવો વિદ્યાર્થીઓને મળ્યો હતો.
પ્રવાસ દરમિયાન દાતાશ્રીઓનો પણ પૂર્ણ સાથ મળ્યો હતો, અલ્પાહાર, ભોજન અને વાહન વ્યવસ્થામાં, મજબૂત કડી તરિકે હૂંફ અને પ્રેમ અવિસ્મરણીય રહ્યા હતા., દિવંગત ભાઈ શંકરના સ્મર્ણાર્થે કેતનભાઈ પ્રભુરામભાઈ જાટાવાડિયા, મા. મનોજભાઈ આચાર્ય , મા. લખમશી ઇંદ્રજીભાઈ સોની પરિવાર, મા. કરશનભાઈ મલુભાઈ સોલંકી પરિવાર,જાડેજા સુપર માર્કેટ – પ્રવીણસિંહ જાડેજા, જનાબ ગફુર જમીલભાઈ રાઉમા પરિવાર, તથા નામ જાહેર ના કરવાની શરતે પણ દાન મળેલ હતુ,
ઘરથી રેલવે સ્ટેશન સુધી વાહન વ્યવસ્થા જનાબ અનવર લાલમામદ રીણા પરિવાર, માન્યવર નાનજી મેરામણભાઈ વાણિયા પરિવાર તથા નાનજી નામેરીભાઇ સોલંકી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. લાકડિયા કુમાર શાળા એસ એમ સી અધ્યક્ષ મા. રણછોડ એન પરમાર સાહેબ તેમજ મુખ્યશિક્ષક પ્રવીણ મચ્છોયા દ્વારા પ્રવાસ સફળતામાં સાથ આપનાર સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.