દાંતા તાલુકાના બેડા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી... - At This Time

દાંતા તાલુકાના બેડા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી…


દાંતા

દાંતા તાલુકાના બેડા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી...

દાંતા તાલુકાના બેડા ગામે માન. કલેકટરસાહેબ.શ્રી,માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ.શ્રી,માન. જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ.શ્રી,માન. પ્રોજેકટ ડાયરેક્ટર સાહેબ.શ્રી આત્મા,માન.જિલ્લા પશુપાલન અધિકારી સાહેબ.શ્રી,તેમજ સર્વે અધિકારીશ્રીઓ,પ્રાકૃતિક ખેતી કન્વીનર ભીખાભાઇ ભુટકા,કર્મચારીશ્રીઓ અને ખેડૂતો તેમજ ગ્રામ જનોની હાજરીમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી...

જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ક્લસ્ટર વાઇઝ પ્રાકૃતિક ખેતીની તાલીમો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે તાલીમ યોજાઈ.જેમાં ભીખાભાઇ ભુટકા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપેલ,વિવિધ અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપેલ ખેડૂતોએ પણ પોતાના અનુભવો જણાવેલ,માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ.શ્રી દ્વારા વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું સૂચન કરેલ, માન. કલેક્ટર સાહેબ.શ્રી દ્વારા પણ ગામના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામ અનોખું ઉદાહરણ બને તેવું જણાવેલ,સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અધિકારી શ્રી ખેતી પ્રદીપ ચોરાસિયાએ કરેલ અને અંતમાં આભાર વિધિ ગ્રામ સેવક શ્રી રૂપાજી રબારીએ કરેલ ...

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.