‘તારો પતિ કંઇ કમાતો નથી, તને કોઇ હક્કહિસ્સો નહિ મળે’, કહી સગર્ભા પુત્રવધૂને ઘરેથી કાઢી મૂકી
આઠ મહિનાથી પુત્રી સાથે બહેનના ઘરે રહેતી પરિણીતાએ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ
પુત્રવધૂને ઘરકામ કે દહેજ મુદ્દે સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં પુનિતનગર સોસાયટી-10માં છેલ્લા આઠ મહિનાથી પુત્રી સાથે બહેનના ઘરે રહેતી વનિતા નામની પરીણીતાએ મવડીના શક્તિનગર-2માં રહેતા પતિ અમિત, સસરા ગોવિંદભાઇ જદુરામ દાણીધારિયા, સાસુ ગીતાબેન, જેઠ કમલભાઇ, જેઠાણી માલતીબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.