સાબરકાંઠા જિલ્લામાં ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા


(રિપોર્ટર ઝાકીરહુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ ૬ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે તે હેતુથી ૨૨ વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત નં. કમલેશકુમાર પટેલ ની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી. આ કામના આક્ષેપિત નં.કમલેશકુમાર નાઓએ પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૧,૬૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી નં ૧ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા આક્ષેપિત નં.કાજલ ત્રિવેદી તથા ઈશુ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આક્ષેપિતો પકડાઇ ગયેલ છે.
ટ્રેપીંગ અધિકારી:શ્રીમતી ટી. એમ. પટેલ,
I/C પોલીસ ઈન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે. અને સુપરવિઝન અધિકારી :*
શ્રી એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ દ્વારા સફળ ટ્રેક કરી અટકાયત કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.