જસદણમા પીવાનું જળ સંકટ ટળ્યું બાખલવડના આલણસાગર ડેમની જળ સપાટી 26 ફૂટે પહોંચી. - At This Time

જસદણમા પીવાનું જળ સંકટ ટળ્યું બાખલવડના આલણસાગર ડેમની જળ સપાટી 26 ફૂટે પહોંચી.


જસદણમા પીવાનું જળ સંકટ ટળ્યું બાખલવડના આલણસાગર ડેમની જળ સપાટી 26 ફૂટે પહોંચી.

જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાનના ભારે વરસાદને લીધે 2 ફૂટ જેટલી નવા નીરની આવક સાથે ડેમની જળ સપાટી 26 ફૂટે પહોંચી હતી. આ ડેમ 32 ફૂટે ઓવરફ્લો થતો હોય છલકાવામાં હવે માત્ર 7 ફૂટ જ બાકી છે. જોકે ગઈકાલે ડેમના ઉપરવાસના ગામો જેવા કે દેવપરા, કમળાપુર, બાખલવડ, પારેવાળા, લીલાપુર, બરવાળા અને કુંદણી સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હજુ પણ પાણીની આવક ચાલુ હોય આગામી દિવસોમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જસદણ શહેરને હવે આખું વર્ષ ચાલે તેટલી જળરાશી એકત્ર થઈ ગઈ હોવાથી જસદણ શહેર અને પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાણી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.