ગુરૂપ્રસાદ ચોકમાં પૈસાની ઉઘરાણી મામલે યુવક પર બે વ્યાજખોરોનો પાઈપથી હુમલો
ગુરૂપ્રસાદ ચોકમાં વ્યાજના પૈસાની ઉઘરાણીમાં કરણસિંહ રાઠોડ નામના યુવક પર વ્યાજખોર વિશાલ પરમાર સહિતના બે શખ્સોએ પાઈપથી ફટકારતાં ઈજાગ્રસ્તને સારવારમાં હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગેની વિગત અનુસાર મવડી ચોકડી પાસે લાભગીપ સોસાયટીમાં રહેતાં કરણસિંહ માનસિંહ રાઠોડ (ઉ.વ.27) ગત રાત્રીના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલ જયઅંબે હોટલ પાસે હતો.
ત્યારે ધસી આવેલા વિશાલ પરમાર અને ભોલા નામના શખ્સે ઝઘડો કરી લોખંડના પાઈપથી ફટકારી નાસી છુટયા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્તને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં ઈજાગ્રસ્તના સંબધીએ જણાવ્યા અનુસાર, હુમલો કરનાર, વિશાલ પરમાર વ્યાજખોર છે અને તેને ભીખાભાઈ ભરવાડ રૂ।.17 લાખ વ્યાજે એક વર્ષ પહેલા આપ્યા હતાં. અને જેમાં કરણસિંહને વચ્ચે રાખેલ હતો. જે બાદ ભીખાભાઈએ વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી પોલીસમાં અરજી કરેલ હતી. જેનો ખાર રાખી ગઈકાલે તુ પૈસા આપી દે કહી કરણસિંહ પર હુમલો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.